________________
૨૯૮
ક્ષમાપના
કર્તા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૭૭
-
શ્રી વચનામૃતજીમાં આવે છે કે પાંચ દર્શન કૂટવૈદ્યો છે અને સાચું દર્શન એક જૈનદર્શન છે. એ જૈનદર્શનમાં સિદ્ધાંતબોધ આપવાના મુખ્ય અધિકારી આત્મજ્ઞાની આચાર્યો છે. કુગુરુઓનો આશ્રય લઈને જીવ ઠગાય છે. અનંતવાર ઠગાયો છે છતાંય જીવ ત્યાં દોડ્યો જાય છે ને ઠગાતો જાય છે અને પેલા એને સર્ટિફિકેટ આપી દે છે કે તમને મારું તો સમ્યક્ત્વ થઈ ગયું ! એટલે પેલો પકડી રાખે છે. કષાયની મંદતા થાય, ‘માત્ર મોક્ષ-અભિલાષ થાય’, આત્માનું હિત કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને છે અને સદ્ગુરુનો બોધ, સિદ્ધાંતબોધ રુચે અને પછી તેનો જ વિચાર કરે.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૮, ૧૦૮, ૧૦૯
66
શ્રી આત્મસિદ્ધિ એ ચૌદ પૂર્વનો સાર છે એટલે કે આખી ભરતક્ષેત્રની ‘દિવ્યધ્વનિ’ છે. આહાહા ! મહાવિદેહનો ધક્કો બચાવી દીધો ! મહાવિદેહનો માલ અહીં પીરસ્યો. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક - ૨૫૪ માં જણાવે છે, “ ‘મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક ‘મોક્ષ’ ને વિષે જ યત્ન કરવો અને ‘તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” મનાવાની, પૂજાવાની, પૈસા ભેગા કરવાની, ગુરુ થવાની, મહંત થવાની, શાસ્ત્રો લખવાની, દુનિયાના કોઈપણ કાર્યો કરવાની અભિલાષા નહીં, ‘માત્ર મોક્ષ અભિલાષ.' આવા મુમુક્ષુ કેટલા આ કાળમાં ? આત્માનું હિત કરવાના ભાવ કેટલાને જાગે છે? અનંતભવ સુધી દેહ માટે આત્મા ગાળ્યો, હવે એક ભવ આત્મા માટે દેહ ગાળવામાં જશે તો અનંતભવનું સાટું વળી જશે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય ભાવોમાં આત્માનું હિત છે.