________________
ક્ષમાપના
૩૫૯
તમારા ધર્મનું એટલે ભગવાને પ્રરૂપેલો રત્નત્રયધર્મ. વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ એટલે આત્માના સ્વભાવનો આશ્રય કરવો એ ધર્મ. એનું શરણ ગ્રહું છું. વ્યવહારથી આ નવ તત્ત્વ અને તમારી આજ્ઞાના આશ્રયે રચાયેલા શાસ્ત્રો, ધર્મ એનું શરણ લઉં છું અને નિશ્ચયથી મારા સ્વરૂપનો આશ્રય લઈ એનું શરણું લઉં છું.
દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા અને નવતત્ત્વની શ્રદ્ધા એ વ્યવહારધર્મ છે અને રત્નત્રયની અભેદતા એ નિશ્ચયધર્મ છે. એ બન્ને ધર્મ એકબીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી સંકળાયેલા છે. એ “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' માં સમજાવ્યું છે. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે.
-શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ જુઓ ! આ શરત છે, કૃપાળુદેવે જ કહ્યું છે. રત્નત્રયની અભેદતામાં, નિર્વિકલ્પ સમાધિમાં જે શાંતિની અનુભૂતિ થાય છે, તે શાંત રસમય ધર્મ છે. એ જ પૂર્ણ સત્ય છે. પૂર્ણ સત્ય એક જ હોય, બે ના હોય એટલે એનો અર્થ એ થયો કે બાકીના બધા અપૂર્ણ સત્ય છે. અસત્ય નહીં, પણ અપૂર્ણ સત્ય છે, પૂર્ણ સત્ય નથી. વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જુઓ ! આ વ્યવહાર સમકિત છે. આ દેવ, ગુરુ, ધર્મનું શરણું, સ્મરણ, શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, આ બધા વ્યવહાર સમકિત છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે, બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે, ત્રણે સમકિત જ્ઞાની પુરુષોએ માન્ય કર્યા છે, સ્વીકાર્યા છે. માટે, પહેલા પ્રકારના સમકિતમાં તો આવો! હા, સર્વજ્ઞ વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ દેવને માનવા નહીં, એવી દઢ શ્રદ્ધા રાખો.
આનંદ કે કંદ જાકો, પૂજત સુપિંદ વૃંદ; ઐસો જિનરાજ છોડ, ઓર કો ન થાઈએ. ઉઠત પ્રભાત નામ, જિનજી કો બાઈએ; નાભિજી કે નંદ કે, ચરણચિત્ત લાઈએ. પ્રભુ કે પાદારવિંદ, પૂજત હરખચંદ; મેટો ભવ દુઃખન્દ્ર, સુખસંપદ બઢાઈએ.
-- શ્રી હરખચંદજી કૃત શ્રી આદિનાથજિન સ્તવન