SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० ક્ષમાપના અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. બે પ્રકારે ધર્મ છે - શ્રાવક ધર્મ અને મુનિધર્મ. શ્રાવકધર્મ એ એકદેશ છે, મુનિધર્મ છે તે સર્વાંગપૂર્ણ છે. કોઈપણ જીવ મુનિ થયા વગર મોક્ષે જઈ શકે નહીં. કોઈપણ ગૃહસ્થનો મોક્ષ થાય નહીં, કોઈપણ સ્ત્રીનો મોક્ષ થાય નહીં કે કોઈ અન્ય નાત-જાતવાળાનો પણ મોક્ષ થાય નહીં. માત્ર મુનિઓનો જ મોક્ષ થાય, મુનિઓને જ કેવળજ્ઞાન થાય. કોઈ શ્રાવકોને કેવળજ્ઞાન થાય એમ માનવું એ મોક્ષ તત્ત્વની ભૂલ છે. નવતત્ત્વમાં મોક્ષ તત્ત્વની ભૂલ એ પણ મિથ્યાત્વનો એક પ્રકાર છે. મરૂદેવામાતાને હાથીની અંબાડી ઉ૫૨ કેવળજ્ઞાન થયું. ભાઈ ! ના થાય. સ્ત્રીઓ ગમે તે હોય, એકાવતારી હોઈ શકે, ભલે તીર્થંકરની માતા હોય કે એમના પત્ની હોય તો પણ ના થાય. કેમ કે, એક તો એને ઉત્તમ સંહનન ના હોય અને પંચમ ગુણસ્થાનકથી આગળનું ધ્યાન ના હોય, એના પરિણામ પણ શિથિલ અને ચળાચળ હોય છે અને માસિક ધર્મના કારણે પણ તે એટલી વિશિષ્ટ સાધના કરી શકે નહીં. આ બધી તત્ત્વની ગરબડ છેલ્લા ઘણા વર્ષોથી ઘુસી ગઈ છે. એમાંથી પ્યોર માલ કોઈના હાથમાં આવે અને એનો સ્વીકાર કરીને સાધના કરે એવા જીવો વિરલા છે. મુમુક્ષુ : આનંદ શ્રાવકના કેવળજ્ઞાનની વાત કેવી રીતે સમજવી ? સાહેબ ઃ એ બધું ભેળસેળ છે. આનંદ શ્રાવકને સમ્યક્ત્વ હોય, પણ કેવળજ્ઞાન હોય જ નહીં. સવાલ જ નથી. હજી આપણી આ માન્યતા પડી છે તે કાઢવાની છે. કંઈક વાંચ્યું હોય અને પકડાઈ ગયું હોય, હવે તેને જ્યારે સાચું સમજવાનું આવે, ખોટું કાઢવાનું આવે ત્યારે અઘરું પડે છે. કાઢ્યા વગર સમ્યગ્દર્શનનો અધિકારી બનવાનો નથી. કોઈપણ શ્રાવક હોય, આનંદ શ્રાવક હોય કે પુણિયો શ્રાવક હોય, પણ કેવળજ્ઞાન તેમને ન હોય. પુણિયા શ્રાવકની સામાયિક ભલે વખણાય છે, પણ ખરી સામાયિક તો મુનિઓની જ હોય. મુમુક્ષુ : ચંદનબાળાને કેવળજ્ઞાન પ્રગટેલ ? સાહેબ : બિલકુલ નહીં. આ બધું કથાનુયોગમાં ભેળસેળ છે. હા, સમતિ થઈ શકે, પણ કેવળજ્ઞાન ન હોય. કદાચ કોઈએ લખ્યું હોય તો એ ભેળસેળ છે. કોઈ સ્ત્રીનો કે શ્રાવકનો મોક્ષ લખ્યો હોય કે અન્ય દર્શનવાળાનો મોક્ષ લખ્યો હોય એ બધી ભેળસેળ છે. એ પ્યોરીટી લાવ્યા વગર તત્ત્વની સાચી શ્રદ્ધા નહીં થાય અને તત્ત્વની સાચી શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન થશે નહીં. તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ । – શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય ૧ - સૂત્ર ૨
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy