________________
૩૬૧
આ તો સૂત્ર છે. એમાં કંઈ આછું-પાછું થાય એમ છે નહીં. એટલે તો કહ્યું છે કે આ વસ્તુ તમને સાંભળવા પણ મળવી એ બહુ દુષ્કર છે.
મુમુક્ષુ : મલ્લિનાથ ભગવાન સ્ત્રી હતા ?
ક્ષમાપના
સાહેબ : ના, તમે જ વિચારો કે સ્ત્રી હોઈ શકે ? કેમ કે, સ્ત્રીને ઉત્તમ સંહનન ના હોય ને ઉત્તમ સંહનન વગર કેવળજ્ઞાન ના હોય, તો એ સ્ત્રી ક્યાંથી હોય ? આ બધી કથાનુયોગમાં ભેળસેળ છે. હવે પ્યોર માલ ખાતા શીખો. ભેળસેળવાળા મૂકો. સોનું સસ્તું લેવા ગયા એમાં હજારો ઠગાયા, અને હજી ઠગાય છે; આ એવું છે ! તત્ત્વની વિપરીતતામાં હજારો ઠગાયા તો પણ હજી ઠગાય છે.
જ્ઞાનીનું વચન માનો ! કોઈ જ્ઞાનીએ એવું લખ્યું હોય તો લાવો. કૃપાળુદેવે કોઈ જગ્યાએ લખ્યું છે કે સ્ત્રીનો મોક્ષ થાય ? કોઈ શ્રાવકનો મોક્ષ થાય ? કોઈ જ્ઞાનીઓએ લખ્યું છે ? સાચા જ્ઞાની, કહેવાતા જ્ઞાની નહીં, માન્યતાવાળા જ્ઞાની નહીં. જેને સિદ્ધાંતજ્ઞાન તીવ્ર છે અને આત્મજ્ઞાની મુનિ છે, પ્રમત્ત-અપ્રમત્ત દશામાં વર્તતા એવા આચાર્યશ્રી કુંદકુંદદેવે ‘શ્રી અષ્ટપાહુડ’ માં કહ્યું છે કે કોઈપણ સ્ત્રી પંચમ ગુણસ્થાનકથી આગળ ના જઈ શકે અને મુનિ સિવાય કોઈને કેવળજ્ઞાન ના થાય. આવી સાચી શ્રદ્ધા વગર કોઈને સમ્યગ્દર્શન પણ ના થાય.
મુમુક્ષુ : એવી કડાકૂટમાં શા માટે પડવું કે જે આપણી મતિની બહાર હોય ?
સાહેબ ઃ છતાં પણ જે આગમમાં છે તેનો સ્વીકાર કરવો. કડાકૂટ જવા દો, પણ આગમમાં ઓથેન્ટિક આચાર્ય ભગવંતોએ જે લખ્યું છે તે તો સ્વીકાર કરો. ઓથેન્ટિક વચન મળ્યા છતાં પણ સ્વીકાર ના કરે અને કહે કે હું મધ્યસ્થ છું, તો એ મધ્યસ્થ પણ સાચો નથી. સ્વીકાર કર્યા પછી ખોટાને મધ્યસ્થતાથી સ્વીકારવું એ પણ અસત્ય જ છે. બહુ અઘરું છે. હું સમજું છું કે એ કઠણ છે, છતાં પણ મારી પ્રરૂપણામાં જો હું વિપરીતતા કરું તો મારો અનંત સંસાર વધી જાય. તમને રાજી કરવા કે બીજા કોઈને રાજી કરવા આચાર્ય ભગવંતોના વચનોથી કે ભગવાનના વચનોથી જો હું તત્ત્વને આછું-પાછું કરું તો મારો અનંત સંસાર વધી જાય, એની મને બીક છે. તમે બધાય કહો કે પંચાણુને પાંચ નવ્વાણું થાય અને હું કહું કે સો થાય. કોઈ કહે કે સાહેબ ! આ નવ્વાણું જણા આ કહે છે ને ? ભલે એ બધાય કહે, પણ હું જે જે જ્ઞાની પાસેથી ભણ્યો છું એમણે તો એમ કહ્યું છે કે પંચાણું ને પાંચ સો થાય, તો એ સો જ થાય, નવ્વાણું નહીં. દઢતા તો જોઈએ. આમ પણ છે અને આમ પણ છે, એમ નથી આ. અસત્-સત્નો વિવેક ના હોય તો એ સમ્યક્દષ્ટિ કેવો ? વિવેક એ ધર્મનું મૂળ છે.