________________
હવે હું વીતરાગી દેવ, વીતરાગી ગુરુ અને વીતરાગી ધર્મનું સેવન કરી વીતરાગભાવ પ્રગટ કરું એ જ અત્યંતર અભિલાષા છે. જિનવચનના એક અક્ષરની અશ્રદ્ધા ન કરું. કેમ કે, તે જ મિથ્યાત્વનું મૂળ છે. જિન પરમાત્માના કહેલા નવતત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરું અને હું માત્ર આત્મા જ છું, અનુત્પન્ન હોવાને લીધે શાશ્વત છું. માટે કોઈપણ પ્રકારનો શ્રદ્ધામાં, જ્ઞાનમાં કે આચરણમાં ભય ન રાખું. અજ્ઞાનભાવથી રાગ-દ્વેષ-મોહમય ભાવો દ્વારા હું બંધનમાં આવીને અનાદિકાળથી ચાર ગતિમાં રખડ્યો છું. હવે સમ્યકજ્ઞાન પ્રગટ કરીને હું સ્વ-પરનો માત્ર જ્ઞાતા-દષ્ટા જ છું – આવું ભાન નિત્ય રહે એ પ્રમાણે પ્રયત્નશીલ રહીશ. વિભાવભાવો માત્ર આસવ-બંધનું જ કારણ છે. સ્વભાવભાવ વગર કોઈ પણ આત્માનું કલ્યાણ થઈ ન શકે એવી દટતા કરીને, સ્વભાવનું અવલંબન લઈને ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કરું એ જ નિશ્ચયથી સાચી અને એક જ સાધના મોક્ષનું કારણ છે અને મોક્ષમાર્ગ છે. એના માટે વારંવાર શ્વાસ-શ્વાસે મંત્રજાપ દ્વારા હું પરમગુરુ પરમાત્મા જેવો જ સહજાન્મસ્વરૂપી આત્મા છું, સોડહં - જે પરમાત્મા તે જ હું, જે હું તે જ પરમાત્મા એમ નિઃશંકપણે જાણીને હે સાધકજનો, સવિકલ્પતાને છોડીને નિર્વિકલ્પ થાઓ. અંતર્મુખતા વગર નિર્વિકલ્પતા નહીં આવી શકે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે,
હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ અનુભવશો.
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ,
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. વારંવાર સવિકલ્પ અવસ્થામાં હું આત્મા જ છું એ પ્રકારની ભાવના દ્વારા અંતર્મુખ બની નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવાનો છે. થાકી જઈશું તો કામ નહીં થઈ શકે. દટ શ્રદ્ધાનું બળ રાખીને સત્ય પુરુષાર્થ કરવાથી કાર્યની સિદ્ધિ થઈ શકે. માટે વારંવાર “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ લક્ષ રહેવો જોઈએ. આત્મભાવનાનું ભાવન એ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો સાચો પુરુષાર્થ છે. પરમાત્માનો અને સદ્ગુરુનો યથાર્થ નિર્ણય કરી વ્યવહારથી તેઓ પરમગુરુ અને નિશ્ચયથી મારો શુદ્ધ આત્મા જ પરમગુરુ છે એવી શ્રદ્ધા કરવી. સ્વભાવના આશ્રયે જ પરમાત્મપદ પ્રાપ્ત થઈ શકે. વ્યવહાર-નિશ્ચયનો યથાર્થ નિર્ણય કરી ભેદમાંથી અભેદતાને સાધવી એ જ દષ્ટિ કર્તવ્ય છે. બાકી બધો ચારે અનુયોગોનો વિસ્તાર છે. જે સાચું સમજ્યા તે અભેદ દષ્ટિ દ્વારા સ્વરૂપમાં સમાઈ ગયા. સાચા માર્ગ છીએ કે નહીં એની ખાતરી ત્યારે થઈ શકે કે પરદ્રવ્યો. અને પરભાવોમાંથી અહંપણું અને મમત્વપણાનો ત્યાગ થાય, પરમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિનો