________________
ત્યાગ થાય. કેમ કે, હકીકતમાં કોઈ પરદ્રવ્ય આત્માનું ઈષ્ટ કે અનિષ્ટ કરી શકે નહીં. કોઈ એક દ્રવ્ય કોઈ બીજા પરદ્રવ્યનું કંઈ કરી શકે નહીં. કેમ કે, દરેક દ્રવ્યના સ્વરૂપકિલ્લા અભેદ છે. કોઈ દ્રવ્યનો બીજા કોઈ દ્રવ્યને સ્પર્શ નથી અને એકબીજાનો એકબીજામાં. પ્રવેશ નથી. માટે પરમાં ઈષ્ટ-અનિષ્ટની માન્યતા છૂટી જાય છે. દરેક દ્રવ્યનું બીજા દ્રવ્યો સાથે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી જુદાપણું હોઈને કોઈ પર દ્વારા કોઈ પરનું કર્તાભોક્તાપણું બની શકે નહીં. માટે, એ પ્રકારની માન્યતાનો ત્યાગ થવો જોઈએ. સહજાનંદજી વર્ણીજીએ કહ્યું છે,
હું ખુદકા હી કર્તા ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં, પરકા ન પ્રવેશ ન કાર્ય યહાં, મેં સહજાનંદ સ્વરૂપી હૂં.
તીર્થંકર પરમાત્માનો બોધ છે કે “સર્વસંગ મહાસવરૂપ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે,
લોકોને યમ અંતકાળે દુઃખ લાગે છે, પણ અમને તો સંગ મહાદુ:ખદાયક લાગે છે.
માટે પ્રથમ બિનજરૂરી અને લૌકિકતાયુક્ત સંગને ઘટાડવાનો ઉપયોગની જાગૃતિપૂર્વક અભ્યાસ થશે તો જ ક્રમે ક્રમે ઉપયોગની અસંગતા સાધી શકાશે. આ જીવ જેટલા કર્મો બાંધે છે, પાપો કરે છે તે ઉપયોગને બહાર અનેક વિકલ્પોમાં ભમાવવાથી બાંધે છે. સત્સંગ દ્વારા પદાર્થના નિર્ણયને દૃઢ કરો અને અસંગતામાં રહીને કાર્યની સિદ્ધિ કરો. ઉપયોગની અસંગતા વગર સર્વ સાધના સંસારના કારણરૂપ બને છે.
પરથી ખસ, સ્વમાં વસ, આટલું કર તો બસ. ગોકુળ હું પરમાં નહીં, પરમાં છે નહીં હું, હું માં હું ને ધ્યાવતાં, હું માં હું મળી જાય. પરમાં હું ને શોધતાં, પરિભ્રમણ વધી જાય, ‘ગોકુળ’ હું ને હું માં ધ્યાવતાં, પરિભ્રમણ ટળી જાય.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
આનંદ
આનંદ આનંદ
બા.બ્ર. શ્રી ગોકુળભાઈના સ્વરૂપવંદન