________________
છ પદનો પત્ર
૪૩૨
નથી અને પરાભક્તિમાં તો કોઈ શબ્દો પણ નથી. ત્યાં તો નિર્વિકલ્પપણે આત્મા અને પરમાત્માનું મિલન છે. આવી ભક્તિ સત્પુરુષ પ્રત્યે આપણી થવી જોઈએ. પરમકૃપાળુદેવની સામે ભલે કાંઈ ન કરો, કાંઈ આવડે નહીં, એમ ને એમ બેસો, અને કહો કે, ‘હે પ્રભુ ! તમે તો બધું જાણો છો. મારા બધા ભાવ તમારી પાસે ખુલ્લા જ છે. હું સાચા ભાવથી જ આવ્યો છું. હે પ્રભુ ! મારે, આપના જેવા નિર્દોષ થવું છે. આપના જેવા પવિત્ર થવું છે.’
બસ, મારે સંસારનું બીજું કાંઈ જોઈતું નથી. આપના જેવી મને આત્માની દશા પ્રગટ થાય, આપના જેવી મને આત્માની સ્થિતિ પ્રગટ થાય. હે પ્રભુ ! એના માટે હું આપના શરણે આવ્યો છું. હવે આપને જે સ્વીકારવું હોય તે સ્વીકારો. મેં તો હવે આ બધું તમને સોંપી દીધું છે. આવી રીતે તમે શરણું લઈ અને સત્પુરુષ પાસે જાવ. આપણે બહુ ડાહ્યા થઈને જઈએ છીએ. બહુ દેખાવટ કરીએ છીએ. બહુ આડંબર કરીએ છીએ. લોકો જાણે કે આ એક પરમકૃપાળુદેવના પરમ ભક્ત છે. એવી આપણી એક દૃષ્ટિ હોય છે, પણ કોઈને બતાવવાની જરૂર નથી. ભગવાન બધું અંદરનું જાણી લે છે. જોકે, ભગવાનને એનું કંઈ પ્રયોજન નથી. તે તો પોતાના સ્વરૂપમાં જ છે, પણ તમે એમના પ્રત્યે નિઃસ્પૃહતાપૂર્વકના ભક્તિના જે ભાવ કર્યા એ ભાવોથી જ તમારા આત્માનું કલ્યાણ છે. ભગવાન કે ગુરુ આપણા આત્માનું કલ્યાણ નથી કરતા, પણ તેમના પ્રત્યેની ભક્તિથી આપણા ભાવોની નિર્મળતા થાય છે અને એ નિર્મળ ભાવોથી આપણું કલ્યાણ થાય છે.
ગુરુભક્તિસે લહો તીર્થપતિપદ, શાસ્રમે વિસ્તાર હૈ.
તીર્થંકર નામકર્મનો બંધ પડે એવા સોળ કારણો છે, જેને સોળ કારણભાવના કહે છે. એમાંનું એક કારણ સદ્ગુરુની ભક્તિ છે.
છ પદ એટલે આત્મા, તેની ઓળખાણ, બંધથી અટકી મુક્ત થવું - એમ અંતરંગ ધર્મની શ્રદ્ધા, સમજણ તે જ સમ્યગ્દર્શન છે. બ્રહ્મચારીજી કહે છે કે આ છ પદ એટલે આત્માની ઓળખાણ. અત્યાર સુધી આત્મા - આત્મા કરતા, પણ તેની સાચી ઓળખાણ ન હતી. પોપટ રામ રામ બોલે, પણ રામ એટલે દાડમ કે દ્રાક્ષ એની એને ખબર નથી હોતી અને તુલસીદાસ ‘રામ‘ બોલે તો એમને રામની ઓળખાણ છે કે રામ કોણ છે ? એ જ રીતે જ્યાં સુધી આપણને સત્પુરુષના બોધ દ્વારા આત્માની ઓળખાણ છ પદ દ્વારા નથી થઈ. ત્યાં સુધી આત્માનું ખરું સ્વરૂપ સમજાતું નથી. પહેલા પણ આપણે આત્મા આત્મા કરતા અને હવે, છ પદની શ્રદ્ધા થયા