________________
૧૮
ભક્તિના વીસ દોહરા સ્વછંદ વધારે પુષ્ટ થાય. પોતાની કલ્પના પ્રમાણે ચાલે અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ન ચાલે એ સ્વછંદ છે. આજ્ઞા એ સ્વચ્છેદ ઉપરનો બળવાન અંકુશ છે. આજ્ઞાથી સ્વચ્છંદનો નાશ થાય છે. કલ્યાણ સાધવા માટે આજ્ઞાનું આરાધન જરૂરી છે. જેટલા જીવોએ અત્યાર સુધી આત્માની સાચી આરાધના કરીને આત્મકલ્યાણ સાધ્યું છે, તે બધાય આજ્ઞાના પ્રતાપે સાધી શક્યા છે. એટલે ત્રણે કાળમાં, ત્રણે લોકમાં તમામ જીવ માટે આજ્ઞાનું આરાધન એ જ આત્મકલ્યાણનું બળવાન અને પરમ સાધન છે.
અચળ એટલે જીવનપર્યત ન ખસે તેવી દઢ અચળતા, એક ક્ષણ પણ પ્રમાદ નહીં. જો કોઈ એમ કહે કે આટલી બધી આજ્ઞા તો માનીએ છીએ તેમાં એક નહીં માનીએ તો શું વાંધો? તો ભગવાન કહે છે કે એક પણ આજ્ઞાનો અનાદર થાય એ સમગ્ર મોક્ષમાર્ગનો અનાદર છે. મેરુ પર્વત જેવી અડગ શ્રદ્ધા આજ્ઞાને આરાધવાની થવી જોઈએ.
કૃપાળુદેવને માને પણ કૃપાળુદેવનું ન માને તે આજ્ઞાંકિત ન કહેવાય. ગુરુને માને પણ ગુરુનું ન માને તે મોક્ષમાર્ગમાં ન ચાલે. ગુરુને સાંભળે, સાથે રહે, સેવા કરે પણ ગુરુની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે તો એ જીવ પણ આત્મકલ્યાણ ન સાધી શકે. મોક્ષમાર્ગમાં આજ્ઞાનું દરેક જ્ઞાનીએ ખૂબ માહાભ્ય ગાયું છે અને તે વાસ્તવિક છે. આપણામાં આજ્ઞાંકિત થવાની પાત્રતા આવે એવી પ્રાર્થના ભક્ત પ્રભુને કરી છે.
આપ તણો વિશ્વાસદઢ એટલે સાચા દેવ, ગુરુ અને ધર્મનો દઢ વિશ્વાસ જોઈએ. વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલો રત્નત્રયી ધર્મ, દશ લક્ષણ ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ કે અહિંસામય ધર્મમાં દઢતા જોઈએ. એ બધાનો વિશ્વાસ રાખો તો તમે તમારા આત્માનો સાચો વિશ્વાસ કરી શકશો.
ને પરમાદર નાહીં. જેવો આદર જોઈએ એવો ઉત્કૃષ્ટ આદરભાવ આવતો નથી. તે પ્રભુ ! મારામાં આટલી ન્યૂનતા છે. આદરભાવ આવે પણ પરમ આદરભાવ ન આવે તો પણ કામ થતું નથી. શ્વાસની અને આંખની પટપટાવાની ક્રિયા સિવાય બધી ક્રિયા ગુરુની આજ્ઞા પ્રમાણે જ થવી જોઈએ. ભગવાને સાધુને એવો બોધ આપ્યો છે. આ બે ક્રિયા જીવના હાથમાં નથી, તેથી તે બે ક્રિયાની છૂટ આપી છે. કારણ જીવ શ્વાસોચ્છવાસ રોકી ન શકે અને આંખની પટપટાવાની ક્રિયા સહજ છે. બાકી બધી ક્રિયા દરેક સાધુએ ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ. આજ્ઞાનો આટલો બધો અંકુશ જીવ પર મૂક્યો છે. જેમ હાથી અંકુશ હોય તો સીધા માર્ગે જાય છે તેમ આજ્ઞા એ અંકુશનું કામ કરે છે. આજ્ઞા જીવને સ્વચ્છેદે ચાલવા દેતી નથી, એનો