________________
શું સાધન બાકી રહ્યું ?
૧૪૯ એનો અર્થ એમ નથી કે મંત્રનો જાપ ના કરવો. કોઈપણ વસ્તુ એકાંતે ન લેવી, પણ એ મંત્ર આત્મહિતમાં નિમિત્ત થાય તે પ્રકારે ગણો, એમ કહે છે. તો અનેક જાતના મંત્રો છે, પણ જે મંત્ર પંચપરમેષ્ઠિ વાચક હોય અથવા સ્વરૂપ-અનુસંધાન કરનાર હોય તે મંત્ર આપણા માટે કાર્યકારી છે બસ. મંત્રના જાપથી મનની શુદ્ધિ થાય છે અને શુદ્ધ થયેલા મનથી આત્માને પકડી આત્મસમાધિમાં જઈ શકાશે.
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ - ગાથા - ૪ મંત્ર એકાક્ષરી હોય, બે અક્ષરવાળા હોય, ત્રણ, ચાર, પાંચ અક્ષરવાળા હોય - એમ મંત્રના ઘણા ભેદ છે. એકાક્ષરી મંત્ર “ૐ” માં બધાય મંત્રોનો સમાવેશ થઈ જાય છે.'ૐ' માં પંચપરમેષ્ઠી ભગવાનનો સમાવેશ થઈ જાય છે. “” માં શુદ્ધ આત્માનો પણ સમાવેશ થઈ જાય છે. “હરિ ૐ નમઃ” કે “ૐ નમઃ' એ પણ એક ઉત્તમ મંત્ર છે અને તેમાં કોઈ મત કે ગચ્છ નથી. જૈન દર્શનવાળા હોય કે અજૈન દર્શનવાળા હોય, દરેક દર્શનવાળા તેને માને છે. ૐ એટલે શુદ્ધ આત્મા. ૐ એટલે અ + ઉ + મૂ. એ” એટલે અરિહંત, અશરીરી (સિદ્ધ) અને આચાર્ય, “ઉ” એટલે ઉપાધ્યાય અને “” એટલે મુનિ. જે “અસિઆઉસા” નું ટૂંકું રૂપ છે. “અસિઆઉસા' એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એટલે કે પંચપરમેષ્ઠી ભગવાન. તો, મન ને બહાર ભમતું અટકાવવા માટે, કંટ્રોલમાં કરવા માટે, આ મંત્ર-જાપ પણ ઉપકારી છે. એકની એક શક્તિ છે, જો તેનો સદુપયોગ ના કરી શકીએ તો નુક્સાન કરે અને તેની તે જ શક્તિનો જો સદુપયોગ કરી શકીએ તો છેક ટોચે પહોંચાડી દે. જેમ, એ કે ૪૭ રાઈફલ ત્રાસવાદીઓના હાથમાં જાય તો ઘણાને મારી નાંખે છે અને મોટું નુક્સાન કરે છે અને મિલીટરીવાળાના હાથમાં જાય તો ઘણા જીવોનું રક્ષણ કરે છે. એમ મંત્ર માત્ર આત્મકલ્યાણના લક્ષે ગણવાનો છે અને આત્મસ્વરૂપનું અનુસંધાન કરાવનારા મંત્રો વધારે ઉપકારી થાય છે.
- જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે. એવી રીતે અજ્ઞાન અવસ્થામાં આપણે તપ પણ ઘણા કર્યા છે. બારે પ્રકારના તપ અજ્ઞાન અવસ્થામાં કર્યા છે. ધ્યાન એ અંતરંગ તપ છે. તો, અજ્ઞાન અવસ્થામાં ધ્યાન પણ ઘણું કર્યું છે અને બહારમાં ઉપવાસ, એકાસણાં, ઘણા દ્રવ્યોનો ત્યાગ, એક જ દ્રવ્ય, ઊણોદરી વગેરે ઘણા તપ કર્યા છે. તો એનાથી સામાન્ય પુણ્ય બાંધ્યું, પણ કમની નિર્જરા ના થઈ.