________________
૧૫૦
શું સાધન બાકી રહ્યું ? તપસા નિર્જરા ચ |
– શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય - ૯ - સૂત્ર - ૩ તપશ્ચર્યા એ નિર્જરાનું કારણ છે.
ઇચ્છા નિરોધઃ તપઃ / ઇચ્છાઓનો નિરોધ થાય તે જ તપ છે.
ઉરસેહિ ઉદાસી લહી સબપે. - અંદરમાં ઉદાસીનતા આવી નહીં. રસપૂર્વક સમ્યપ્રકારે જે યથાર્થ આરાધના થવી જોઈએ તે કરી નહીં. સર્વ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય પણ આ જીવે ધારણ કર્યો. જ્યારે અમુક બનાવો એવા બનતા હોય છે ત્યારે જીવને વૈરાગ્ય ઘણો આવી જાય છે. થોડો સમય જાય એટલે વૈરાગ્ય પાછો મંદ પડી જાય છે. ખાવામાં વૈરાગ્ય, પીવામાં વૈરાગ્ય, બોલવામાં વૈરાગ્ય, પહેરવામાં વૈરાગ્ય, ઓઢવામાં વૈરાગ્ય, ચાલવામાં વૈરાગ્ય, એમ ઘણા વૈરાગ્ય આવતા હોય છે, પણ એ નિમિત્ત અને ઉદયના કારણે આવે છે, આત્માના ઉપાદાનની યોગ્યતાને કારણે નથી આવતો. એટલે એ વૈરાગ્ય પણ પાછો નિમિત્ત ઓસરતાં ઓસરી જાય છે. ખરેખર તો, વૈરાગ્ય એ મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ભોમિયો છે. વૈરાગ્ય વગર પણ કંઈ કામ થતું નથી.
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬, ૭. બાર ભાવના એ વૈરાગ્યની માતા છે. માટે, વારંવાર બાર ભાવનાઓનું ચિંતવન, મનન કરવું તે સમ્યગદર્શનનું પણ કારણ છે. આત્મકલ્યાણના અનેક પ્રકારના સાધનોની વૃદ્ધિનું કારણ પણ છે. ધ્યાનનું કારણ પણ છે, ભાવોની વિશુદ્ધિનું કારણ પણ છે. એટલે તીર્થકરો પણ બાર ભાવના ભાવતા હતા અને મોટા મોટા જ્ઞાની પુરુષો પણ ભાવે છે. એટલે બાર ભાવનાઓની ભાવનાનું વારંવાર ચિંતવન કરવું. એટલે આપણો વૈરાગ્ય પ્રદીપ્ત રહે અને સાથે ઉપશમનું બળ વધારવું. વૈરાગ્ય અને ઉપશમ વગર તત્ત્વની યથાર્થ પરિણતિ પરિણમન નહીં થાય. વૈરાગ્ય અને ઉપશમ આ બન્ને જોઈશે અને તેને બાધક આરંભ, પરિગ્રહ, વિષયો અને કષાય