________________
છ પદનો પત્ર
૫૭૧
આ એકતાપણું તૂટવું એનું નામ સમ્યગ્દર્શન. અધ્યાસથી એકતાપણું થયું છે. તે અભ્યાસથી અને પુરુષાર્થથી તૂટે છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે ખતરનાક અને ઊંડો છે. અભ્યાસ તો વખતે ભૂલી જવાય પણ અધ્યાસ ભૂલાતો નથી. એ ભ્રાંતિ છે. અભ્યાસ કર્યો છે એ કદાચ ભવાંતરમાં સાથે ન પણ જાય. પણ અધ્યાસ તો એટલો ગાઢો છે કે ભવાંતરમાં પણ જાય છે. મિથ્યાત્વ ક્યારથી સાથે ચાલ્યું આવ્યું છે ? અનાદિથી. જેને ગાઢ મિથ્યાત્વ છે એ જીવને પરમાર્થની વાત સાંભળવી જ રુચિકર થતી નથી. આ વાત સાંભળવાનો મોકો જ નથી મળતો. અને મળે તો એને ગમતું નથી. એને ગમે છે ક્યાં ? પાંચ ઈન્દ્રિયોમાં અને મનોગમ્ય પદાર્થોમાં. એવી પરવસ્તુઓમાં જ એને રસ પડે છે અને ૫૨માર્થમાં એને રસ પડતો નથી, એનું મૂળ કારણ શું છે ? કે ગાઢ મિથ્યાત્વ હજુ મોજૂદ છે. માટે એને આ ભાવ આવતા નથી. અનુભવ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ બધાંયથી હું ભિન્ન છું. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં જે આત્મા રહ્યો છે એ ચૈતન્ય અને બાકીના તમામ આત્માઓ અને અજીવ પદાર્થો એ બધાંય મારા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભિન્ન છે. બધાંયથી હું અસંગ છું. આવો એને સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ અનુભવ થાય છે. ઉત્તરોત્તર અનુભવની વિશુદ્ધિ બતાવી છે. ગ્રંથિભેદ થાય છે ત્યારે, અનુભવ સ્પષ્ટ પ્રત્યક્ષ થાય છે.
ત્રણ કેટેગરી પરમકૃપાળુદેવે પાડી કે એક અવિરતિપણાની અંદરમાં જે અનુભવ આવે છે એ પણ સ્પષ્ટ અને પ્રત્યક્ષ આવે છે, પણ અત્યંત પ્રત્યક્ષ નથી. અત્યંત પ્રત્યક્ષ તો જ્યારે અંદરમાં ત્રણ કષાયની સ્થિતિ તૂટે છે અને માત્ર સંજ્વલનનો મંદ ઉદય રહે છે, ત્યારે જે આવે છે એ અત્યંત પ્રત્યક્ષ આવે છે અને જ્યારે સંજ્વલનનો પણ અભાવ થઈ જાય છે, સમગ્ર મોહનીય કર્મ તૂટી જાય છે અને ચારેય ઘનઘાતી કર્મો છેદાઈ જાય છે તે વખતે જે અનુભૂતિ એને અંદ૨માં થાય છે તે અપરોક્ષ અનુભૂતિ છે. એટલે ભિન્નપણા દ્વારા ઉત્તરોત્તર અનુભવની વિશુદ્ધિ બતાવી. ચોથા ગુણસ્થાનકવાળાને પણ ભિન્નપણું છે, છઠ્ઠા-સાતમાવાળાને પણ ભિન્નપણું છે અને કેવળજ્ઞાન થયું એને પણ ભિન્નપણું છે, પણ એ ત્રણેના ભિન્નપણામાં વિશુદ્ધિની અપેક્ષાએ તફાવત આવી જાય છે.
ઈષ્ટ વસ્તુનો સંયોગ થાય કે વિયોગ થાય, અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય કે વિયોગ થાય, તો એની અંદરમાં એને ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. કેમ ? આખી વજની દીવાલ કરી નાંખી. એ વજ્રની ભીંતમાં હવે જે વિનાશી પદાર્થ છે એ નાશ પામે છે તો'ય એના જ્ઞાનમાં એ જ પ્રમાણે જણાય છે. સંયોગ થાય છે તો સમજે છે કે ઉદય છે. ઉદયના કારણે ઈષ્ટ-અનિષ્ટ