________________
૬૦૨
છ પદનો પત્ર ગાડાવાળાએ પૂછ્યું કે કેમ? નાડું નહોતું પકડ્યું. એટલે વોહરાજીએ લેંઘાનું નાડું બતાવીને કહ્યું કે હજુ પણ પકડેલું જ છે. આપણે પણ આવું જ છે. વ્યવહારના આગ્રહના નાડા પકડાઈ જાય છે અને તત્ત્વ અંદરમાંથી નીકળી જાય છે બસ.
ક્રિયામાર્ગમાં અનેક સિદ્ધિઓ પ્રગટે છે. તપશ્ચર્યા કરી હોય તો તેને સિદ્ધિઓ પ્રગટ થાય છે. પૂજા સત્કારાદિ યોગ એટલે જલસા થાય, પૂજા થાય, સત્કાર થાય, ઘેર ઘેર પગલાં કરવાના પાછા, પેલા સાથિયો કરે, પૈસા મૂકે, રાજાશાહી પારણાં થાય. દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા એટલે દેહની ક્રિયાને આત્માની ક્રિયા માનવી સમજણ સહિતની, રત્નત્રય સહિતની ક્રિયા હોય તો તે મોક્ષનું કારણ થાય અને રત્નત્રય વગરની ક્રિયા છે તે સંસારનું કારણ છે.
કોઈક મહાત્માને બાદ કરતાં એટલે એવા વિશિષ્ટ આરાધક જીવ હોય તેને બાદ કરતાં, ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવદ્ય દીઠું છે.
અંધકમુનિએ તેમનાં ૫૦૦ શિષ્યોને આજ્ઞા આપી કે જે ઉપસર્ગ આવ્યો છે તેને સહન કરવો. આ ઘાણીમાં પીલાય છે, વારાફરતી બધાને નાંખે છે, પણ તમારે ઉપસર્ગ કરનાર પ્રત્યે જરાય દ્વેષ નથી કરવાનો. આ કર્મનો ઉદય છે. પરમવીતરાગભાવ રાખી, ઉપયોગને અંતર્મુખ. કરી, સ્વરૂપસ્થ થઈ જાઓ. આવી અવસ્થામાં દેહ જશે તો ફરીને તમારે દેહ ધારણ નહીં કરવો પડે. જુઓ! આજ્ઞાશ્રિતપણું હતું, તો બધાય મોક્ષે ગયા. જેટલા જીવો મોક્ષે ગયા છે, એ બધા સદ્દગુરુની આજ્ઞા આરાધીને ગયા છે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ એવા પરમપુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું ! બધુંય અર્પણ. એક આંખના પલકારા સિવાયની બધી ક્રિયાઓ ગુરુની આજ્ઞા પ્રમાણે જ થવી જોઈએ. એવી ભક્તિ આવા કાળમાં આવવી પરમ દુર્લભ છે.
પરમકૃપાળુદેવે પત્રાંક - ૨૦૧ માં ગોપાંગનાઓની ભક્તિ બહુ સરસ બતાવી છે,