________________
૪૭૬
છ પદનો પત્ર
ભાવોનો કર્તા જેમ હું નથી તેમ કર્મ પણ નથી. નહીં તો, એક શુદ્ધ પરમાણુમાં પણ ક્રોધ થવો જોઈએ. તો એનામાં પણ કર્તાપણું નથી અને આત્મામાં પણ કર્તાપણું નથી, છતાં થાય છે, તે હકીકત છે. તો ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એટલે વ્યવહાર આવે છે કે કર્મના ઉદયની સાથે ઉપયોગ ભળવાથી, તે ઉપયોગ અશુદ્ધ થવાથી તેનામાં આવા રાગાદિ કે ક્રોધાદિ ભાવ થાય છે. એટલે તેનો અર્થ એ થયો કે જીવ જ્યાં સુધી આસ્રવભાવ અને જ્ઞાનભાવને જુદા પાડતો નથી ત્યાં સુધી આ કર્મનું આસ્રવ અને બંધપણું રહેવાનું. શ્રી સમયસારમાં કર્તા-કર્મ અધિકારમાં કહ્યું છે કે,
આત્મા અને આસ્રવ તણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની.
• શ્રી સમયસાર ગાથા - ૬૯
જાણવું એટલે ફક્ત માહિતી નહીં પણ જાણવું તો તેને કહેવાય કે જે સ્વસંવેદનતા સહિત હોય. માહિતીને ક્ષયોપશમ જ્ઞાન અથવા નોલેજ કહે છે. દ્રવ્યશ્રુત જ્યારે ભાવશ્રુતરૂપે પરિણમે ત્યારે જાણ્યું કહેવાય. ભેદ જાણે તો તેને ખ્યાલ આવે કે આત્મા જ્ઞાનભાવ સિવાય કંઈ કરતો નથી. આસ્રવભાવ એટલે કે રાગાદિ ભાવ અથવા શુભાશુભ ભાવ અથવા વિભાવભાવ, જે આત્મા કરી શકતો નથી. કેમ કે, એ આત્માનો સ્વભાવ નથી. વિભાવભાવ એ સંયોગી ભાવ છે, નૈમિત્તિક ભાવ છે, કર્મના ઉદયના નિમિત્તથી થયેલા ભાવ છે. માટે, તે આત્માના નથી. માટે જડ છે. કેમ કે, એક દ્રવ્ય બે ક્રિયા કરી શકે નહીં. શુદ્ધ ક્રિયા પણ કરે અને અશુદ્ધ ક્રિયા પણ કરે એમ બની શકે નહીં. પરમાર્થથી દરેક દ્રવ્ય પોતાની ક્રિયા પોતાના જ સ્વભાવે પરિણમન કરી શકે, પરરૂપે કે પરભાવરૂપે પરિણમન કરી શકતું નથી. શુદ્ધ આત્મા એ ક્રોધભાવ પણ કરે અને જ્ઞાનભાવ પણ કરે, એમ એક દ્રવ્યની બે ક્રિયા બની શકતી નથી.
ગાંધીજીએ પરમકૃપાળુદેવને જે પ્રશ્નો પૂછ્યા છે તેમાં બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું છે કે ‘જ્ઞાનદશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તો આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે.’ (પત્રાંક-૫૩૦) જ્ઞાનદશામાં એટલે જ્ઞાન ભાવમાં એટલે સ્વભાવ પરિણતિએ. પરમાર્થથી, સ્વભાવ પરિણતિએ તે આત્મા નિજસ્વરૂપનો કર્તા છે. શાનદશામાં એટલે પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દશામાં. એકલા યથાર્થ બોધથી નહીં, પણ યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં. એ દશા ઉત્પન્ન થાય ત્યારે,