________________
૨૮૯
ક્ષમાપના બે આત્મા નથી તેમ જિન પરમાત્માએ પ્રરૂપેલ અનુપમ તત્ત્વ જેવા બીજાના એવા કોઈ તત્ત્વ છે નહીં. જો એ તત્ત્વને ગુરુગમપૂર્વક સમજે તો જીવ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ કરીને, આત્મસમાધિની પ્રાપ્તિ કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરી લે. કેમ કે તત્ત્વનું ફળ તો -
જ્ઞાનચ રત્નમ્ વિરતિઃ | તત્ત્વ સાંભળવું, કહેવું, લખવું જુદી વાત છે અને વિચાર કરીને એને હૃદયસ્થ કરવું, આત્મસ્થ કરવું એ બીજી વાત છે. કેટલા તત્ત્વ છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ નવ તત્ત્વ છે. એ નવ તત્ત્વને જ્ઞાનીના બોધ અનુસાર ગુરુગમપૂર્વક યથાર્થ સમજે તો તેને સ્વ-પરનો વિવેક આવે અને સાચું ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાન પ્રગટ કરી શકે. તત્ત્વની યથાર્થતા વગર ગમે તેટલા પ્રકારની, ગમે તેવી સાધના હોય તો પણ એ મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. વીતરાગદર્શનમાં જે નવતત્ત્વની પ્રરૂપણા છે એવી જગતના કોઈ અન્ય દર્શનોમાં નથી. અન્ય દર્શનો અપૂર્ણ છે, છતાંય જૈનદર્શન તેને સાપેક્ષપણે સ્વીકારે છે, એકાંતે નહીં.
જેનામાં જાણવા-જોવાની યોગ્યતા છે તે જીવ છે. એમાં બે વિભાગ છે- સંસારના જીવો અશુદ્ધ છે અને કોઈ અપેક્ષાએ શુદ્ધ પણ છે. એમને સ્વરૂપદષ્ટિથી જુઓ તો શુદ્ધ છે. આવરણ તો સંજોગોમાં છે, સ્વરૂપમાં કોઈ આવરણ નથી. કર્મોનું, નોકર્મનું કે ભાવકર્મનું આવરણ એ તેની અવસ્થામાં છે, સંયોગમાં છે, આત્મા સાથે એકમેક થયેલું નથી. જેમ સૂર્ય ઉપર વાદળાનું આવરણ છે, પણ એથી કંઈ સૂર્યની સ્વચ્છતા કે પ્રકાશકતા ઘટી નથી ગઈ, જેવી છે એવી ને એવી જ છે. વર્તમાન અવસ્થાની અપેક્ષાએ, આવરણની અપેક્ષાએ, સંયોગની અપેક્ષાએ જીવ અશુદ્ધ છે. જેવી રીતે એક્સ-રે મશીન જ્યારે કોઈનું હાડકું ભાંગી જાય ત્યારે માત્ર હાડકાંનો ફોટો પાડે છે. તો જ્ઞાનીઓનું એક્સ-રે (ઉપયોગ) મશીન, એ શરીરને વીંધીને, કર્મોને વીંધીને, વિભાવોને વીંધીને અંદરમાં જાય છે. એક શુદ્ધચૈતન્ય સ્વરૂપનો જ એક્સ-રે લે છે. આ જ્ઞાનીનો ઉપયોગ છે. માત્ર પોતાનું અસ્તિત્વ નિર્વિકલ્પપણે પ્રતિભાસ થવું એ જ જોવાની કળા છે, જાણવાની કળા છે. શુદ્ધ જીવ ઉપાદેય છે, શુદ્ધ જીવની પર્યાય ઉપાદેય નથી. શુદ્ધ જીવની શુદ્ધ પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય એ પણ ઉપાદેય નથી. એકલું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય કે જેને પરમપરિણામિક ભાવ સ્વરૂપ કહેવામાં આવે છે એ જ માત્ર ઉપાદેય છે.
નવ તત્ત્વનો આશ્રય કરવાથી સમ્યગદર્શન નથી થતું, સ્વભાવનો આશ્રય કરવાથી સમ્યગદર્શન થાય છે. નવ તત્ત્વમાં જ્યાં સુધી ઉપયોગ લાગ્યો છે ત્યાં સુધી વિકલ્પ છે, નિર્વિકલ્પતા નથી. જો કે પ્રથમ તત્ત્વ સમજવા જરૂરી છે. કેમ કે, એ તત્ત્વ સમજ્યા વગર પણ તમે ઉપયોગને