________________
૪૨૯
છ પદનો પત્ર
જ્યારે આત્માનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે આ સ્થિતિ થાય છે. સમ્યગ્દર્શનનું એક લક્ષણ ‘શ્રી પંચાધ્યાયી'માં આત્માનુભૂતિ બતાવી. પ્રાયઃ બીજા કોઈ શાસ્ત્રમાં નથી, ફક્ત ‘શ્રી પંચાધ્યાયી'માં જ આ લક્ષણ બાંધ્યું છે કે આત્માનુભૂતિ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જો કે સમ્યગ્દર્શન એ આત્માનુભૂતિ નથી પણ, આત્માનુભૂતિની સાથે થતી શ્રદ્ધાગુણની નિર્મળ અવસ્થા છે. આ બે વચ્ચે થોડો સૂક્ષ્મ ભેદ છે.
તો, ત્રણ પ્રકારના સમકિતમાં પહેલા પ્રકારનું સમકિત છ પદની શ્રદ્ધા દ્વારા પણ કરી શકીએ છીએ. એટલે છ પદ એ સમકિતનો ચાંલ્લો છે. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે પણ શ્રી મુનિસુવ્રત ભગવાનના સ્તવનમાં સમકિત વિષે કહ્યું છે,
આજ. ૩
આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૂઠા; આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. નિયતિ હિત દાન સન્મુખ હું, સ્વ પુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. પરમકૃપાળુદેવ અને અન્ય જ્ઞાનીપુરુષો સમજે છે કે પંચમકાળ છે, દુષમકાળ છે. કેટલાંય આરાઓ જાય છે ત્યારે કોઈક વખતે આવો ધી કુંડાવસર્પિણી કાળ આવે છે. એવા કાળમાં આપણે અહીંછીએ. એમાં જો ખૂબ જાગૃતિ ના રાખીએ, પ્રમાદને આધીન થઈ જઈએ, સ્વચ્છંદને આધીન થઈ જઈએ, બાહ્ય નિમિત્તોને આધીન થઈ જઈએ તો આ કાર્ય આપણે ચૂકી જઈએ. એટલે ક્યાંય પણ આડુંઅવળું જોયા વગ૨, જ્યાં જેમ છે તે બધું બરાબર છે. કોઈના વિકલ્પ કરવા જેવા નથી કે કોણ, ક્યાં શું કરે છે ? જેનો જેવો ઉદય, જેની જેવી યોગ્યતા, જેનું જેવું ભવિતવ્ય. આપણે છૂટવું છે તો એક સત્પુરુષને પકડી, તેના વચનોને પકડી તેમની આજ્ઞા અનુસાર જીવન બનાવીને નીકળી જાઓ.
આજ. ૧
આજ. ૨
આડું-અવળું જોશો નહીં કે આ પામી ગયા અને હું રહી ગયો. આમને મળી ગયું અને મને ના મળ્યું. આ બધી લાલચો છોડો. તમારું કાર્ય જ્યારે થવાનું હશે ત્યારે થશે. જેના નિમિત્તે થવાનું હશે તેના નિમિત્તે થશે. એ બધા વિકલ્પો છોડી દો. બસ, એક પરમકૃપાળુદેવ અને તેમના વચનોનો પકડી લો. તેમાં કોઈ કચાશ નથી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે તેવા છે. આ