________________
૨૫૮
શું સાધન બાકી રહ્યું ? સાંભળે, બધા પણ દરેકને બોધ સાંભળ્યા પછી જે એનું મનન થવું જોઈએ, નિદિધ્યાસન થવું જોઈએ, અનુપ્રેક્ષણ થવું જોઈએ તે થતું નથી. ઘણી વખત વાંચી કે સાંભળી જાય પણ કલાક પછી પૂછો કે તમે શું વાંચ્યું? તો કહે, યાદ નથી. કેમ કે, મનન તથા નિદિધ્યાસન કર્યું નથી એટલે ભૂલી જાય છે. મનન થાય તો તેનું રિઝલ્ટ આવે. વારંવાર મનન કરશો, તો તેના દઢ સંસ્કાર પડશે અને દઢ સંસ્કારના કારણે અનાદિનું અજ્ઞાન દૂર થઈ, અંદરમાંથી જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થશે. માટે મુમુક્ષુએ જ્ઞાનીની નિષ્કામ ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ ત્રણે કાળના તમામ જ્ઞાનીઓએ કહ્યું છે. નિષ્કામ ભક્તિ એટલે Unconditional surrender.
(૮) આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. બધાય શાસ્ત્ર આ જ વાત કહે છે. શાસ્ત્ર વાંચીને પણ આપણે એનો સાર ના કાઢ્યો અને શાસ્ત્ર વાંચી ગયા.
(૯) ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. પરમકૃપાળુદેવે પત્રાંક - ૧૯૪ માં કહ્યું છે, સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે:
ઋષભદેવ ભગવાનના અઠ્ઠાણું પુત્રો જયારે ભગવાન પાસે રાજ માંગવા ગયા ત્યારે ભગવાને તેમને કહ્યું કે હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના, તે શું? તો કે, નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. અથવા રૂ. પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
આ બે ભૂલ થઈ છે આપણી.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળ અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
____ आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.
ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને કહ્યું કે, તમારે છ ખંડનું રાજ જોઈએ છીએ કે ત્રણ લોકનું રાજ જોઈએ છીએ? પુત્રોએ કહ્યું કે ત્રણ લોકનું મળતું હોય તો છ ખંડ આમાં કંઈ નથી.