________________
ભક્તિના વીસ દોહરા
૮૭
આવતી જાય છે, તેમ તેમ તેનું ભેદવિજ્ઞાન સૂક્ષ્મતાથી અને યથાર્થ થતું જાય છે અને એવો જીવ આત્મજ્ઞાન પ્રગટ કરી લે છે. પાત્ર બનીને જો જીવ સાધના કરે તો અવશ્ય સાધ્યની સિદ્ધિ થયા વગર રહે નહીં અને બંધના કારણોનો અભાવ કરવાનો પુરુષાર્થ તે જીવ કરતો જાય છે. બંધના પાંચેય કારણો તેના લક્ષમાં આવી ગયા છે. મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે ભેદવિજ્ઞાન તેમજ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરે છે. કષાયને મંદ પાડે છે, વિષયોની વૃત્તિઓને મોળી પાડે છે. ભેદવિજ્ઞાનમાં નડત૨રૂપ દુર્ગુણો તે છોડતો જાય છે.
સત્પુરુષ વારંવાર કરુણા કરી તેને બોધ આપતાં જાય છે. જીવ વારંવાર બોધ સાંભળે છે એટલે તેનામાં જ્ઞાનની પરિપક્વતા આવતી જાય છે. તેનું જ્ઞાન દૃઢ થતું જાય છે. તેનું મનોબળ પણ દૃઢ થતું જાય છે અને તેનો સાચો પુરુષાર્થ ઉપડતો જાય છે. હવે સંસાર વધે એવાં કારણોનો રસ તેને અંદ૨માંથી ઉડી ગયો છે. એટલે પોતાનો કિંમતી સમય એ સાંસારિક કાર્યોમાં વેડફતો નથી અને આત્મકલ્યાણના સાધનોમાં વધારે સમય રોકતો જાય છે. સત્પુરુષના બોધનો એક પણ શબ્દ કે વાક્ય જો જીવ પકડી રાખે તો તેનો યાવત્ મોક્ષ થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે અને પરમકૃપાળુદેવે પણ કહ્યું છે. જેમ પાણીમાં ડૂબતો માણસ એક દોરડું પકડી રાખે તો તે બચી જાય છે, તેવી રીતે જ્ઞાનીનો થોડો પણ બોધ જો જીવ પકડી રાખે તો તે સંસારસમુદ્રથી બચી જાય છે.
જ્ઞાનીઓના વચનોમાં ઘણી તાકાત હોય છે. કેમ કે, અનુભવજ્ઞાનમાંથી સ્પર્શાઈને એમની વાણી આવી હોય છે. એટલે તેમાં હજારો શાસ્ત્રોનો નિચોડ હોય છે. તમે ઘણાં વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કરો અને જે કાર્ય સિદ્ધ ન કરી શકો તે કાર્ય અલ્પ સમયમાં સત્પુરુષના બોધ દ્વારા સિદ્ધ થઈ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧
-
સત્પુરુષ એ જીવતું-જાગતું આગમ છે. એમાંથી જે પ્રેરણા મળે છે તે પ્રેરણા હજારો વખત શાસ્ત્ર વાંચવાથી પણ મળતી નથી. શાસ્ત્રથી જે બોધ દૃઢ ના થાય તે પ્રત્યક્ષ સદ્ગુરુથી યોગ્ય જીવ દૃઢ કરી લે છે. સત્પુરુષ તો કરુણાના સાગર છે. ભગવાન પણ કરુણાના સાગર છે. એમને જગતના તમામ જીવો ઉ૫૨ કરુણા છે કે આ જીવો માંડ મનુષ્યભવમાં આવ્યા છે, તો એમનો મનુષ્યભવ કેવી રીતે સફળ થાય ? કારણ કે મનુષ્યભવ મોહનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. જે જીવોની યોગ્યતા નથી હોતી તેમના પ્રત્યે સત્પુરુષ મધ્યસ્થ રહે