________________
૬૪૬
દુર્લભ એવો મનુષ્યદેહ એ કામ કોઈ મહત્વરુષોના યોગે જ બની શકે. આ કાળના જીવોને -અજ્ઞાનીઓને એકલો સ્વયંનો પુરુષાર્થ કામ નથી આવતો. શક્તિ છે, પણ એ શક્તિ પ્રગટ થવા માટે જે નિમિત્ત જોઈએ તે નિમિત્તની પણ જરૂર પડે છે.
કોઈ એક માણસ શક્તિવાળો તો ઘણો છે. તેને દસ ફૂટનો લાંબો ખાડો કૂદવાનો છે. જીતે તો એક લાખ રૂપિયાનું ઈનામ છે. પણ ખાડો ઊંડો છે. જો ન કૂદી શકે તો જે કંઈ નુક્સાન થાય એની જવાબદારી તેની પોતાની છે. હવે તેનામાં શક્તિ તો છે, પણ કૂદવાની હિંમત નથી. જોકે તેણે ઘણી વખત દસ-દસ, પંદર-પંદર ફૂટના કૂદકા મારેલા છે. એટલે તેના માટે આ કંઈ મોટી વાત નથી, પણ ખાડો ઊંડો છે એટલે સહેજ ચૂકજાય ને પડી જાય તો મોત થઈ જાય. એટલે તેની હિંમત ચાલે નહીં. એક ભાઈ હિંમતવાળા હતા. તે આને ઓળખતા હતા. તેમને થયું કે આનામાં શક્તિ તો છે, કૂદી શકે એવું છે, પણ તેની પાસે હિંમત નથી. હિંમતનું બળ મળે તો આ કામ થઈ જાય એવું છે, લાખ રૂપિયા મેળવી શકે એવો છે. આથી તેણે પેલા માણસને કહ્યું કે, તારી પાસે શક્તિ છે તો કેમ કૂદતો નથી? લાખ રૂપિયા તને મળવાના છે. તો તે કહે કે શક્તિ છે, પણ મારી હિંમત ચાલતી નથી. કદાચ પડી જાઉં તો મારું મરણ થઈ શકે, મને વાગી શકે કે ફેક્યર થઈ શકે છે. ઈનામ તો બાજુમાં રહ્યું અને લાખો રૂપિયાના ખર્ચામાં ઉતરી જઉં. એટલે પેલા ભાઈએ હિંમત આપતાં કહ્યું કે જો કંઈ નુક્સાન થાય તો મારી જવાબદારી. મારી પાસે મંત્રની શક્તિ છે. એ મંત્ર હું બોલીશ તો તારામાં શક્તિ નહીં હોય તોય તું કૂદી જઈશ, એટલી મંત્રમાં તાકાત છે. કેમ કે, સિદ્ધ કરેલો મંત્ર છે. એટલે પેલાને વિશ્વાસ આવ્યો કે એ મંત્ર બોલશે તો ચોક્કસ હું કૂદી જઈશ. પછી એને શ્રદ્ધા થઈ. એણે નક્કી કરીને કહ્યું કે તમે મંત્ર બોલજો, હું લાંબેથી દોડીને આવીશ ને પછી કૂદકો મારીશ. પેલા ભાઈએ કહ્યું કે હું થોડીવાર મંત્ર બોલું પછી આંગળી ઊંચી કરું એટલે તારે દોડવાનું. પેલા માણસે ૐ... ૩ૐ... કર્યું. એટલે એને થયું કે ૐકારનો મંત્ર તો બોલે છે. પછી આંગળી ઊંચી કરી એટલે પેલો પચીસ ફૂટ છેટેથી દોડતો દોડતો આવીને દસ ફૂટનો ખાડો કૂદી ગયો અને તેને એક લાખ રૂપિયા મળી ગયા.
તેવી જ રીતે મોક્ષમાર્ગમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી શક્તિ દરેકમાં છે. જો જ્ઞાનીનો યોગ મળી જાય, સાચી શ્રદ્ધા થઈ જાય અને તેમની આજ્ઞાને અનુરૂપ જો તત્ત્વની શ્રદ્ધા કરે, અંતર્મુખતાની સાધના કરે, પુરુષાર્થ કરે તો તે જીવ કામ કાઢી શકે. જો કે, જીવને અનંતવાર જ્ઞાની મળ્યા પણ જ્ઞાની ઉપર શ્રદ્ધા ન હોવાના કારણે અને જ્ઞાનીઓની આજ્ઞા