________________
શું સાધન બાકી રહ્યું ?
૧૮૫ આવી જતી હોય. ઘણા પ્રયત્ન કરે પણ કાર્યની સિદ્ધિ ન થાય એટલે જીવને મુંઝવણ આવે, તો પણ ધીરજ રાખવી. ઉતાવળે આંબા પાકે નહીં. ધીરજનાં ફળ મીઠાં. ધીરજ રાખો, થશે.
મુમુક્ષુ સાહેબ, ઘરમાં આવું બધું થાય છે.
સાહેબ : હા, બધાયને છે. તમારે એકને નહિ, બધાયના પ્રશ્ન છે. ત્યારે તો પરમકૃપાળુદેવે લખ્યું છે. ધીરજ રાખો. પૂર્વે જે મોહનીયકર્મનો સંસાર બાંધીને આવ્યા છે તે પૂરો કરવો તો પડશે. હવે એમાં કેમ જીવન જીવવું એ જ કળા છે. એમાં સમભાવથી રહી અને ઉંદરની જેમ ફૂંક મારતા જાવ અને બટકું ભરતા જાવ. ધીમે ધીમે કાતરીને તમારું કામ કરી લો. બૂમો પાડશો તો કંઈ ઉદય ખસવાનો નથી ને નિમિત્ત પણ ખસવાનું નથી. એવા ઉદય અને નિમિત્તની વચ્ચે શાંતિ અને સમતા રાખી, જ્ઞાનીઓના બોધના સંસ્કારને દઢ કરતાં જાવ, તો બળ મળશે. આપણે તો કંઈ ઉદય નથી. સાતમી નરકના નારકીને ઉદય ઓછા છે? તિર્યંચગતિમાં ઉદય કંઈ ઓછા છે? તો પણ તિર્યંચગતિવાળા, નરકગતિવાળા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. તો ઉદય નડતો નથી. ઉદયમાં ઉપયોગ જોડાય ને જીવ નબળો થાય તો તેને નડતરરૂપ થાય છે. પરમકૃપાળુદેવને કાંઈ ઉદય ઓછો નહોતો. ઘર હતું, ધંધો હતો, સગા-વહાલાં, કુટુંબ બધું હતું. પોતે જ લખ્યું છે,
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૩૨ ઘટતું નથી, વધતું જાય છે. કેમ કે, પૂર્વે બાંધીને આવ્યા છે. તો હવે તેને સમજાવે ખમતાં શીખો અને જે ઉદયે આવે છે તે સારા માટે આવે છે કે એ ખરી જાય છે. ફરીને તમને હેરાન નહીં કરે. પોઝીટીવ થિંકીંગ રાખો. જો આવા નિમિત્ત ના મળ્યા હોત તો મારો આત્મા જાગત પણ નહીં. એટલે એ પણ સારા માટે છે.
સંત તુકારામના પત્ની ખૂબ ક્રોધી હતા. કેટલાય અપશબ્દો બોલે ને કંઈક તોફાન કરે અને સંત તુકારામ શાંત.એક વખત બન્ને પતિ-પત્ની તેમના શેરડીના ખેતરમાંથી શેરડી ગાડામાં ભરીને નીકળ્યા. પત્ની આગળ નીકળી ગઈ અને ભગત ગાડી ચલાવતાં ચલાવતાં પાછળથી આવતા હતા. પછી ગામમાં પ્રવેશ કર્યો તે જ સમયે નિશાળ છૂટી. છોકરાંઓ તેમને ઘેરી વળ્યા અને કહે કે બાપા એક સાંઠો આપો ને. તો ભગત કહે, ખેંચી લો. છોકરાઓ ઘણા હતા. એકે