________________
29
ભક્તિના વીસ દોહરા એને ગમે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” આ માન-પ્રતિષ્ઠાની આગ જીવની શાંતિને હણી નાખે છે. એક નાનું છોકરું હોય એને પણ જો માન ના આપ્યું હોય તો ખલાસ. તમને ઊંચા-નીચા કરી નાંખશે. એટલે માન-પ્રતિષ્ઠા અને ઘરકુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આ ઘર-કુટુંબના પ્રતિબંધ એવા છે કે જીવને આત્માની સાધના કરવાનો સમય મળતો નથી અને એની રુચિ પણ થતી નથી.
જ્ઞાનીઓનો બોધ છે કે આત્મા સિવાયની સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ અને આપણે માત્ર આત્માની જ વાસના છોડી, બાકી બધી વાસના રાખી છે ! બધેથી નિવર્તાવૈરાગ્ય પામે તો આત્મા શુદ્ધ થાય અને સમકિત પ્રગટે. આ બધી જંજાળોથી છૂટી અને અંદરમાં સાચા વૈરાગ્યની વૃદ્ધિ થાય તો આત્મા સમકિતને પ્રાપ્ત કરે અને શુદ્ધ થઈ શકે.