________________
૧૩૯ ,
શું સાધન બાકી રહ્યું ? એની સાથે રહેલા છે. તો, જીવ કલ્પનાથી ગમે તે પ્રકારની સાધના કરતો હોય, ધ્યાન કરતો હોય, શાસ્ત્રજ્ઞાન કરતો હોય, ત્યાગ કરતો હોય, તપ કરતો હોય, મંત્રના જાપ કરતો હોય કે ગમે તે કરતો હોય, તેનાથી પુણ્ય બાંધે, પણ તેની યોગ્યતા અને ગુરુગમ ના હોય તો કાર્ય થઈ શકે નહીં. બન્નેની જરૂર છે. પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૫૮ યોગના આઠ અંગમાં છેલ્લા બે - ધ્યાન અને સમાધિ મિથ્યાષ્ટિ પણ કરે છે. મિથ્યાષ્ટિ હઠયોગી સાધુઓ ખાડામાં મહિનાઓ સુધી દટાઈ જાય છે અને ઉપયોગને બ્રહ્મરંધમાં ચડાવીને બેસી જાય છે. ઘણા સમય સુધી શ્વાસને રોકે છે. તો પણ તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં સફળતા મળતી નથી, ફળદાયી થતી નથી. આ જીવ અનંતવાર મુનિ થયો, અનંતવાર શાસ્ત્રઅભ્યાસ કર્યો, અનંતવાર દીક્ષા લીધી, અનંતવાર ગુરુ થયો, અનંતવાર શિષ્ય થયો, અનંતવાર શાસ્ત્રજ્ઞાની થયો. એમ અનેક પ્રકારની ક્રિયાઓ કરી. એ જ પદમાં આગળ આવે છે,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ઓહોહો! અનાદિકાળમાં આવી અનંત પ્રકારની સાધના અજ્ઞાનદશામાં આ જીવે કરી છે. પાત્રતા હતી ત્યારે ગુરુનો યોગ ના થયો, ગુરુનો યોગ હતો ત્યારે પાત્રતા ના થઈ; એટલે કાર્ય થયું નહીં, અટકી રહ્યો. ભૂલ લક્ષમાં આવવી જોઈએ. પાત્ર હશો તો ગમે ત્યારે નિમિત્ત મળશે તો એક સેકંડમાં કાર્ય થઈ જશે. માટે આત્માર્થીપણાની પાત્રતા લાવો.
કષાયની ઉપસંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૮ થી ૪૧