________________
૧૯૨
શું સાધન બાકી રહ્યું ?
કે પાપના ઉદયમાં, અશુભના ઉદયમાં કે શુભના ઉદયમાં, અનુકૂળ નિમિત્તમાં કે પ્રતિકૂળ નિમિત્તમાં હું તો માત્ર જાણનાર દેખનાર છું. આ શરીરની ક્રિયાનો પણ હું જાણનાર દેખનાર છું. મારા સ્વરૂપનો પણ હું જાણનાર દેખનાર છું. આખું જગત Only for see, not to touch છે. ફરજ બજાવો બધી, પણ અંદરમાં મૂંઝવણ નહીં કરો કે આમ થયું તો શું થશે? ને આમ ના થયું તો શું થશે? તમારી દસ વાગ્યાની ટ્રેનની ટિકિટછે, તમે દસને પાંચે પહોંચ્યા અને તમે ગાડીને ઉપડતી જોઈ, હવે તમને ખેદ થાય કે ના થાય? ના થવો જોઈએ. બીજી ગાડીમાં બેસવું અથવા ઘરે પણ જઈને બીજે દિવસે નીકળવું. એમાં શું છે? ના જવાયું તો ના જવાયું. હવે એમાં બળતરા કરીને બીજો કલાક બગાડીને આધ્યાન, રૌદ્રધ્યાન કરશો તો ઉપરથી નુક્સાન કરશો પ્રભુ. એટલે કોઈપણ બનાવમાં કે નિમિત્તમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન ના થાય તેની જાગૃતિ રાખવી. બસ આ પ્રેક્ટીકલ ધર્મ છે. આ વાંચીએ છીએ, સાંભળીએ છીએ એ થિયરીકલ છે અને જે જે ઉદયમાં આવે એ પ્રમાણે સમભાવપૂર્વકનું વર્તન થાય તો એ પ્રેક્ટીકલ છે. પ્રેક્ટીકલથી કાર્ય થશે. થિયરીકલ મોટું મકાન બનાવો તો એમાં રહેવા નહીં જવાય, પણ અહીં એક નાનો રૂમ બનાવી દેશો તો એમાં રહેવાશે. માટે,
વહ બાત રહી સુગુરુ ગમકી. તો જે જ્ઞાનીઓની આજ્ઞાને આરાધશે તે સહજમાં આત્મજ્ઞાન, સમકિતને પ્રાપ્ત કરશે. “શ્રી આત્માનુશાસન' માં દસ પ્રકારના સમ્યકત્વ બતાવ્યા છે. તેમાં એક આજ્ઞા સમ્યકત્વ છે. જિનઆજ્ઞા અનુસાર શ્રદ્ધા, જ્ઞાન કરવા અને પોતાની શક્તિ અનુસાર આચરણ કરવું, એ આજ્ઞા સમ્યક્ત્વ. આ સમ્યકત્વ પણ તમને પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. પરમકૃપાળુદેવે પત્રાંક – ૭પ૬માં કહ્યું છે કે,
આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, અજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છેદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.
આ સમકિતના તમે અધિકારી છો. જ્ઞાની પુરુષના વચનોમાં જેને રુચિ છે, શ્રદ્ધા છે અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનો જેમનો અભિપ્રાય છે તે થોડા સમયમાં સમકિત પ્રાપ્ત કરી લે છે. આ સમકિત આવે તો પણ એ વધારેમાં વધારે પંદર ભવમાં મોક્ષે જાય, વમે નહીં તો. આપ્તપુરુષના વચનની પ્રતીતિ એટલે યથાર્થ બોધ અનુસાર નવ તત્ત્વની શ્રદ્ધા, છ પદની શ્રદ્ધા. આજ્ઞાની અપૂર્વ રુચિ એટલે જે જે આજ્ઞાઓ સત્પષે આપણને આપી છે તે આજ્ઞાને આરાધવાની અપૂર્વ તાલાવેલી, રુચિ હોવી જોઈએ, કે હવે મારે આ જ કરવું છે. તમને જ્ઞાની