________________
૬૨૯
ત્રણ મંત્રની માળા આ વિધિ જ્ઞાનીઓ પાસેથી સમજીને પછી આપણે પ્રયોગ કરવાનો છે. અઘરું કામ નથી. અઘરું કામ તો તમે જે વર્તમાનમાં કરો છો તે છે. તમે એ કરો છો કે જે ભગવાન પણ ન કરી શકે ! ભગવાન વિભાવ ન કરી શકે અને તમે ચોવીસ કલાક કરો છો. અનિત્યમાંથી સુખ મેળવવા માટે પ્રયત્ન કરો છો ! ભગવાન નથી મેળવી શક્યા, તમે મેળવો તો ધન્યવાદ ! શ્રી દૌલતરામજીએ કહ્યું છે,
લાખ બાત કી બાત, યહૈ નિશ્ચય ઉર લાઓ, તોરિ સકલ જગ દંદ-ફંદ, નિજ આતમ ધ્યાઓ.
- શ્રી છહ ઢાળા - ચોથી ઢાળ ઊંઘમાં પણ ‘સહજાત્મસ્વરૂપ' ચાલવું જોઈએ. એટલો મંત્રાકાર ઉપયોગ આખો દિવસ રહેશે તો સ્વપ્ન પણ એના આવશે.
કાપડનો એક વ્યાપારી હતો. તે ધોતીકોટાનો સ્પેશ્યાલિસ્ટ હતો. તે રીટેલમાં વેચતો. કોઈ એક જોટો લઈ જાય તો કોઈ એક છૂટું ધોતિયું લઈ જાય. આખો દિવસ એને ધોતિયા વેચવાનું જ કામ. દુનિયામાં જ્યાં જ્યાં સારામાં સારા ધોતિયાઓ મળતા હોય ત્યાંથી તે લઈ આવે. આખો દિવસ ધોતિયાની લે-વેચમાં જ એનો ઉપયોગ રહ્યા કરે. ચોવીસ કલાક જે કંઈ ક્રિયા કરે એમાં ધોતિયાની લે-વેચના જ એને ‘ભાવ' આવે. એક વખત તેને સ્વપ્નામાં એક ગ્રાહક આવ્યો. ગ્રાહકે પૂછ્યું કે “ભાઈ ! આ ધોતી-જોટાની કિંમત શું છે?' તે કહે, “પાંચસો રૂપિયા.” ગ્રાહક કહે, “જો ચારસોમાં આપો તો હું લઈ લઉં.” તે કહે, “ભાઈ ! આ દુકાનમાં કોઈ દિવસ બે ભાવ થતા નથી. પાંચસોમાં એક રૂપિયો પણ ઓછો નહીં.' ગ્રાહકને થયું કે આ વ્યાપારી પ્રામાણિક તો છે. એટલે તેણે કહ્યું, “આ જોટામાંથી બે ધોતી ફાડીને આપી દો.” વેપારીએ ઊંઘમાં ને ઊંઘમાં પોતાનું જ ધોતિયું ફાડ્યું! આવી તન્મયતા મંત્રમાં હોવી જોઈએ.
સહજાત્મસ્વરૂપ પરમગુરુનું સ્વપ્ન આવે અને એ મંત્રના માધ્યમથી તમને ભગવાનના અને ગુરુના દર્શન થાય અને ઊંઘમાં પણ તમે આ બોલ્યા કરો.
એક વખત રુક્મિણીએ શ્રીકૃષ્ણ મહારાજને પૂછ્યું કે અમે તમારી રાણીઓ છીએ, છતાં તમને અમારા કરતાં અર્જુન પ્રત્યે કેમ પ્રેમ વધારે છે? આથી શ્રીકૃષ્ણ મહારાજ રાણીઓને અર્જુનના મહેલમાં લઈ જાય છે. અર્જુન તે વખતે સૂતેલો હોય છે. શ્રીકૃષ્ણ રાણીઓને કહે છે કે અર્જુનના કેશ પાસે તમારા કાન લઈ જાઓ. રાણીઓએ તે પ્રમાણે કર્યું, તો અર્જુનના