________________
૨૭૨
ક્ષમાપના - અત્યાર સુધી ધર્મના નામે ઝંડા લઈને ફર્યા છીએ, અને ધર્મના નામે રાગ-દ્વેષ કર્યા છે! જે અજ્ઞાનીનું લક્ષણ છે. રાગ-દ્વેષ કરવા એ ધર્મ છે કે રાગ-દ્વેષ છોડવા એ ધર્મ છે? આ સમજ્યા જ નથી. મારીને પણ મુસલમાન કરો એમ કહે છે, એમ મારીને પણ અમારા ગચ્છમતની અંદરમાં બધાને લાવો ! ભરતેશ્વર મહારાજનું દષ્ટાંત આવે છે. તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વ-પરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપવાન માનું છું તે તો વસ્ત્ર-આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે, ત્વચા ન હોય તો જણાય છે કે તે મહાદુર્ગધી પદાર્થોથી ભરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી. તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજ્ય વગેરે મારા ક્યાંથી હોય? એ સર્વેને મેં મારા માન્યા, તેમાં સુખની કલ્પના કરી તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ. આ આપણી ભૂલની વાત ચાલે છે. અત્યારે આપણે આખા કુટુંબને આપણું માન્યું છે કે નહીં? દેહને આપણો માનીએ છીએ કે નહીં? ભરત ચક્રવર્તીને તો અરીસાભુવનમાં વૈરાગ્ય જાગ્યો. આપણે ઘણી વખત અરીસાભવનમાં ગયા છીએ, વસ્ત્ર અને આભૂષણો ઉતાર્યા છે, છતાંય ભેદજ્ઞાન થયું નહીં કે આ શરીર હું નથી. એક વખત ભરતેશ્વર મહારાજની કોપી તો કરો. કાલે રિહર્સલ કરજો સવારમાં! આ ભરતેશ્વર પણ દિગંબરમુનિ થયા ત્યારે મોક્ષે ગયા છે.
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા.
– શ્રીમદ્ રાજચંદ્ર - ભાવનાબોધ - અન્યત્વ ભાવના - પૃ. ૪૬ આ વૈરાગ્યનો બનાવ હતો. આપણે અરીસાભુવનમાં જઈએ તો રાગ થાય છે અને ભરત મહારાજાને વૈરાગ્ય થઈ ગયો.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭ બાર ભાવનાઓ વૈરાગ્યની માતા છે. વારંવાર બાર ભાવનાઓનું ચિંતવન કરો - સ્વરૂપના લક્ષપૂર્વક, સ્વરૂપના અનુસંધાનપૂર્વક, સ્વરૂપના આશ્રયપૂર્વક અને આત્માને અકિંચન, એકાકી જુઓ કે હાલ પણ આત્મા એકાકી છે. ભલે વસ્ત્રો છે, શરીર છે, કર્મો છે, વિભાવો છે,