________________
ક્ષમાપના
૩૩૫
હવે એક ગૃહસ્થ જ્ઞાની થાય એટલે અજ્ઞાની મુનિઓની દુકાનો બંધ થવા માંડે. એટલે તેઓ એમનો વિરોધ કરવાના અને જીવોને એમની સામે ઊંધા ચઢાવવાના. પરમકૃપાળુદેવના વખતમાં પણ આ જ થયું હતું અને દરેક સમયમાં આમ થાય છે. બધા પાપનો સરદાર મિથ્યાત્વ છે. એક બાજુ મિથ્યાત્વ છે અને બીજી બાજુ અવિરતિ પણ છે, એટલે એનું પણ પાપ છે. મહાવ્રતધારી પછીના ભવમાં કદાચ સ્વર્ગનો અધિકારી થશે, પછી ભલે પરંપરાએ નિગોદમાં જવાનો; પણ મિથ્યાત્વ સહિત અવ્રતી તો સીધો અધોગતિમાં જતો રહે છે. જીવ તત્ત્વદૃષ્ટિથી જીવન જીવે તો તેને ઘણો લાભ થાય એમ છે. વગર વિચાર્યું જીવે તો યથાર્થ દૃષ્ટિ નહીં હોવાના કારણે એ ઘણું નુક્સાન કરી નાંખે છે. સાચાને સાચું સમજે અને એની શ્રદ્ધા કરે, ભલે આચરણ ભૂમિકા અનુસાર થાય પણ સાચી શ્રદ્ધા તો કરો. કારણ કે,
સદ્ધા પરમ દુલહા. કીજે શક્તિ પ્રમાણ, શક્તિ બિના સરધા ધરે; ઘાનત શ્રદ્ધાવાનું, અજર અમર પદ ભોગવે.
- શ્રી ઘનતરાયજી કૃત દેવ-ગુરુ-શાસ્ત્રની પૂજા તત્ત્વની સાચી શ્રદ્ધા તો કરો, ભલે આચરણમાં તમારાથી થાય તેટલું કરો. મહાવ્રત કે અણુવ્રત ના લઈ શકાય તો વાંધો નહીં.
વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ જેને ખરેખર આ સંસારના જન્મ-મરણના ત્રાસથી, ચક્કરથી છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવાનો લક્ષ રાખવાનો છે. ધર્મના નામે બીજો લક્ષ નહીં, પ્રથમ મિથ્યાત્વટાળવાનો લક્ષ. એ ટાળવાના લક્ષે ધર્મની જે કાંઈ ક્રિયા થતી હોય તે કરો. ચાહે દેવ-ગુરુ-ધર્મની ભક્તિ થતી હોય કે તત્ત્વનો અભ્યાસ થતો હોય કે તપ થતું હોય કે ત્યાગ થતો હોય - એ બધું કરો, પણ મિથ્યાત્વને ટાળવાનો લક્ષ રાખો. આત્માનો કોઈ મહાનમાં મહાન દુશ્મન હોય તો તે મિથ્યાત્વ છે અને તેને તમે જ પાળી-પોષીને મોટો કર્યો છે. આ લક્ષ ના રાખે તો એ છૂટી શકે નહીં અને તેનું પરિભ્રમણ ઊભું રહેવાનું. દુઃખ ઊભા રહેવાના. જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય તેમ લક્ષ વગરની સાધના પણ નિષ્ફળ જાય છે. ધન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને