________________
ક્ષમાપના
૩૪૩
તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યક્દષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુર, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસતગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૫૯ સંસારના પદાર્થોમાં તીવ્ર મોહ હોય, સ્નેહ હોય તો એવા ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના પ્રકારમાં થાય. જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. અપરમાર્થ એટલે અસતુદેવ, અસગર, અસતુધર્મને ભજતાં કાયર થાય અને આ હોંશે હોંશે ભજે છે! જ્ઞાની કે સમ્યદૃષ્ટિને અનંતાનુબંધી પ્રકારના ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. ભ્રાંતિગત પરિણામ એટલે પરમાર્થને નામે અપરમાર્થમાં આત્મકલ્યાણ કરું છું, ધર્મ કરું છું એમ માનવું. કોઈપણ ગૃહસ્થ શ્રાવક સગુરુના ખાનામાં આવી શકે નહીં. એ તમારા ઉપકારી ચોક્કસ કહેવાય, પણ જ્યારે સાચા દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરાવે ત્યારે, નહીં તો ઉપકારી પણ નહીં. વીતરાગદેવને ઓળખાવે, નિગ્રંથગુરુને ઓળખાવે અને તેમના પ્રરૂપેલા રત્નત્રય ધર્મને હેય, શેય, ઉપાદેયના વિવેક સહિત સાચી રીતે ઓળખાવે, તો તમારા વ્યવહારથી ઉપકારી. સંસારની બીજી ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ કરવાવાળી નથી, જે સાચા રત્નત્રયધારી મુનિઓ છે એમના પ્રત્યે જીવને અંદરમાં વિપરીતતા થઈ જાય છે અને અસગુરુ મળ્યું એમ માને છે કે મને સદ્ગુરુ મળી ગયા છે, હવે ક્યાંય દોડવાની જરૂર નથી. અમારે તો ઘેર બેઠા ગંગા આવી છે. આ જ વિપરીતતા છે. એમાં સાચા દેવ, ગુરુ, ધર્મની ઉપેક્ષા થઈ જાય છે. હવે વીતરાગદેવ ઉપર જે કાંઈ આંગીઓ ચઢાવે છે એ પણ વ્યવહારથી તો યથાર્થ નથી. ભલે ભગવાન તો ભગવાન છે. મુનિના શરીર ઉપર એક તાણાવાણો ન હોય અને વસ્ત્રધારીને સાધુ માને તો એ પણ મિથ્યાત્વ છે. આત્મજ્ઞાન વગરના હોય એ પણ ગુરુ નહીં. દિગમ્બર ગુરુ હોય પણ આત્મજ્ઞાન ન હોય તો પણ એ નિગ્રંથ ગુરુમાં આવે નહીં. ભાવલિંગ સહિતનું દ્રવ્યલિંગ જોઈએ.