________________
શું સાધન બાકી રહ્યું ?
૨૪૧
મળશે અને પછી તારે કોઈને પૂછવું પણ નહીં પડે. પાછો શ્રદ્ધા ને વિશ્વાસ રાખીને ગયો અને રાજકુમારને પૂછ્યું કે સત્સંગ અને સદ્ગુરુનું ફળ શું? તો રાજકુમાર કહે કે મૂર્ખા ! હજી પણ તું ના સમજ્યો ? હું કાચિંડાના ભવમાં હતો ત્યારે તારા ગુરુનો એક ‘સત્સંગ’ શબ્દ સાંભળ્યો અને તેના પુણ્યે પોપટ થયો. પોપટના ભવમાં ફક્ત એ શબ્દ સાંભળવાથી હું રાજકુમાર થયો છું. જો સત્સંગનું ફળ આ છે અને હવે અહીંથી હું મોક્ષે જવાનો છું.
L
અચળ પ્રેમ અને પ્રતીતિ હૃદયમાં રાખી અતિ નમ્ર ભાવે ભક્તિ, આજ્ઞાનું આરાધન કરવું અને યોગ્યતા સંપૂર્ણ થતાં સુધી ધીરજ રાખવી. કૂકર મૂક્યા પછી વારેઘડીએ ખોલાય નહીં. એની સીટીઓ વાગવા દો અને પછી ખોલશો તો અંદરનું બધું બફાઈ ગયેલું હશે. આત્મજ્ઞાન થયા પછી પણ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ધીરજ રાખવી. સત્પુરુષનો આશ્રય અને આજ્ઞાનું આરાધન આ બે ઘણું થઈ ગયું. મોક્ષમાર્ગમાં પાંચ-પચાસ ગુરુઓની જરૂર પડતી નથી. એક ગુરુ બહુ થઈ ગયા. નહીં તો શું થાય ? તો કે, ‘રાંડી રુએ, માડી રુએ પણ સાત ભરથારવાળી મોઢું ના ઉઘાડે.’ એવી દશા થાય.
ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુદેવો મહેશ્વરઃ । ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।।
બ્રહ્મા એ ઉત્પત્તિ, વિષ્ણુ એ ધ્રૌવ્યતા તથા મહેશ એ વિનાશનું પ્રતીક છે. ગુરુ સમ્યક્ત્વની ઉત્પત્તિ, સમ્યક્ત્વનું રક્ષણ અને મિથ્યાત્વનો નાશ કરે છે. હવે સાધકની પાપપ્રવૃત્તિઓ ઘટતી જાય છે, આત્માની આરાધના વધતી જાય છે. ગુરુએ વિષ્ણુનું કામ કર્યું. આત્માનું રક્ષણ કર્યું અને આત્માની દશાની વૃદ્ધિમાં નિમિત્ત થયા. કર્મનો સંહા૨ ક૨વામાં ગુરુ મહેશનું કામ કરે છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા, શુદ્ધાત્મા છે અને તેઓ પ૨માત્મપદની પ્રાપ્તિનો સાચો ઉપાય બતાવે છે.
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા; એમ જાણી હે યોગીજન, કરો ન કાંઈ વિકલ્પ.
પરમાત્મા બહાર નથી, તમારું સ્વરૂપ જ પરમાત્મા છે. આ દેહદેવળની અંદ૨માં જે બેઠો છે તે કા૨ણ પરમાત્મા છે અને એ કારણ પરમાત્માનો જીવ આશ્રય કરે તો કાર્ય પ૨માત્માપણું તેના આશ્રયે પ્રગટ થાય છે. પરમાત્માના આશ્રયે પરમાત્માપણું પ્રગટ ના થાય, પણ પોતાના ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સત્તા, કારણ પરમાત્માનો આશ્રય કરવાથી પરમાત્માપણું પ્રગટ થાય છે.