________________
૧૫૫
શું સાધન બાકી રહ્યું ? અને હીરાના દાગીના પડ્યા છે. તે આંખ બંધ કરો તો તમને છેક ત્યાંનું અહીં બેઠા બેઠા દેખાય છે. આટલા બધા અંતરને ભેદીને પણ તમને અહીં જ્ઞાનમાં પકડાય છે, પણ હું પ્રયત્ન કરું તો મને નહીં પકડાય. કેમ કે, મેં જોયો નથી, મૂક્યો નથી અને મને એ રૂમનો ખ્યાલ નથી કે ક્યાં છે ને શું છે. તમે મને જણાવો તો હું હજી જાણી શકું, પણ એમ ને એમ તો હું જાણી શકું નહીં.
એવી રીતે આત્મા હાલ ચોવીસ કલાક હાજરાહજૂર છે, સાક્ષાત્ દેવ છે. તમે ઊંઘો છતાં એ જાગતો હોય છે. આત્મા કોઈ દિવસ એક સમય પણ સૂતો નથી. સૂતો નથી એટલે જાણવા જવાનું કામ બંધ થતું નથી. ઊંઘમાં પણ જાણે છે અને જાગતા પણ જાણે છે. તેને ત્રણ આવરણ છે – નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. નોકર્મ એટલે શરીર, દ્રવ્યકર્મ એટલે આઠકર્મ અથવા એકસો અડતાલીસ પ્રકૃતિના કર્મો અને ભાવકર્મ એટલે બધા વિભાવો. આ ત્રણ કબાટમાં આત્માનો હીરો પડ્યો છે. બહાર દેહનો કબાટ છે, તેની અંદર કર્મોનો કબાટ છે અને તેની અંદર વિભાવોનો કબાટ છે અને એ વિભાવોને વીંધીને તમે આગળ જાવ તો તમારા સદેવનું દર્શન થાય એવું છે. તો નોકર્મની અંદરમાં જ જીવને હુંપણું થઈ ગયું છે. આ શરીર એ જ હું અને શરીર એ મારું અને શરીરના વર્તમાનમાં જે કોઈ સગાં-વહાલાં, કુટુંબો કે જે હોય એ બધા મારા, બાકીના બધા બહારના, એમ અનેક પરદ્રવ્યો અને પરભાવોને જીવ સ્વપણે માને છે અને તે માન્યતા એ જ સંસાર છે. એ જ પરિભ્રમણનો હેતુ છે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સસુખનો તેને વિયોગ છે. પરમકૃપાળુદેવે લખ્યું છે કે,
તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. .
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮ “અન્યને પોતાનું માનવું એ મોટો દોષ છે. પરમાં “હું'પણું કરવું એ મોટો દોષ છે. આપણે બીજો બધો ધર્મ કરીએ છીએ, પણ પરમાં હુંપણું છે તે છોડતા નથી અને જયાં સુધી પરમાં અહંપણું અને મમત્વપણું છૂટે નહીં ત્યાં સુધી આત્માના દર્શન, આત્માનો સાક્ષાત્કાર થાય નહીં. અનંતવાર સાધુ થયા ત્યારે હું સાધુ છું એમ માન્યું, પણ હું આત્મા છું એમ ના માન્યું. ખરેખર તો હું સાધુનથી, પણ હું આત્મા છું. પંડિતે હું મોટો પંડિત છું એમ માન્યું, પણ હું આત્મા છું એમ ના માન્યું. ક્રિયાકાંડીએ હું ક્રિયા કરનારો છું એમ માન્યું, પણ એ ક્રિયાનો હું જાણનારો છું, કરનારો નથી એવું એને અંદરમાં આવ્યું નહીં. એટલે પરમાં કર્તુત્વપણું, પરનું ભોıત્વપણું, પરમાં અહંપણું, પરમાં મમત્વપણું, પરમાં ઈષ્ટપણું, પરમાં અનિષ્ટપણું અનાદિકાળથી, આટલો