________________
૪૩૯
છ પદનો પત્રા દ્વારા વેદનમાં આવે, અનુભવમાં આવે એવી ચીજ આત્મા છે. તે સ્વ-પર પ્રકાશક શક્તિ છે કે જે શક્તિ દ્વારા એ “પર”ને જાણે છે અને તે જ શક્તિ દ્વારા “સ્વ” ને જાણી શકે છે. તો આત્માને જાણવું એટલે સ્વસંવેદન દ્વારા જાણવું તે અનુભવની વાત છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૮૩૨માં કહ્યું છે,
દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ, હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.
આ સ્વપર પ્રકાશક શક્તિ નિગોદમાં પણ અંશે ખુલ્લી રહે છે, સિદ્ધલોકમાં સંપૂર્ણ પ્રકાશિત થાય છે અને બાકીની અવસ્થામાં ક્ષયોપશમ અનુસાર એનો પ્રકાશ હોય છે, પણ અંદરમાં પ્રકાશનો જથ્થો, જ્ઞાનનો જથ્થો અકબંધ પડ્યો છે. જે જ્ઞાન વ્યવહારથી અનંતા ચૌદ રાજલોકને જાણે તો પણ ખૂટી ના જાય અને અખંડપણે પોતાના સ્વરૂપને સ્વસંવેદનપૂર્વક જાણે તો પણ એ ખૂટી ના જાય, એવી બેહદ અનંત જ્ઞાનશક્તિ – અનંતુજ્ઞાન એ ચૈતન્યસત્તામાં રહ્યું છે. એના દ્વારા “આત્મા છે' એનું પ્રમાણ થાય છે. જેમ તળાવમાં એક હાથી ડૂબી ગયો હોય, પણ એક સૂંઢ બહાર હોય તો એ સૂંઢના થોડા ભાગ દ્વારા હાથીના હોવાપણાનું જ્ઞાન થાય છે. એમ સામાન્ય પણ જાણવાનું કામ કરે છે તે જ્ઞાનની સૂંઢ છે. એનામાં જ્ઞાનસ્વભાવરૂપી આખો હાથી મોજૂદ છે. ત્યારે તે આટલું જાણવાનું કામ કરે છે. એમ ને એમ જાણવાનું બની શકતું નથી. જાણવાનો ગુણ બીજા કોઈ દ્રવ્યમાં નથી. માત્ર એક ચૈતન્યસત્તા એવા આત્મામાં જ છે. હર અવસ્થામાં જાણનાર માત્ર, જે સ્વ-પરપ્રકાશક ચૈતન્ય શક્તિ છે તે આત્માની છે અને તે જ આત્મા હોવાની સાબિતી છે. તે જ આત્મા હોવાનું પ્રમાણ છે.
ભલે ખંડ ખંડ દ્વારા જાણીએ છીએ, પણ જાણનારી શક્તિ અખંડ છે. જે જાણીએ છીએ તે ખંડ ખંડ છે. ઘડીકમાં આ જાણું, ઘડીકમાં તે જાણ્યું - એમ ખંડ ખંડ જ્ઞાન પર્યાયમાં, ઉપયોગમાં જણાય છે, પણ જ્ઞાન ઉપયોગ જે સ્ત્રોતમાંથી આવ્યો છે તે સ્ત્રોત તો અખંડ જ્ઞાનનો ભંડાર છે. અનંતજ્ઞાન એનામાં સમાયેલું છે કે જે જ્ઞાનનો જથ્થો ત્રણ કાળમાં ખૂટે તેવો નથી. જીવ દ્રવ્યના અસાધારણ ગુણો દ્વારા, અજીવ દ્રવ્યથી તે જુદું પડે છે. જેમને ભેદજ્ઞાન કરવું છે; તેમને તે આધારરૂપ છે. જેમ અનાજવાળાની દુકાનમાં ઘઉં, બાજરી, જુવાર, ચોખા વગેરે સાત-આઠ પ્રકારનું અનાજ ભેગું થઈ ગયું હોય તો જેને આઠ દાણાનું જ્ઞાન હોય કે આને બાજરી કહેવાય, આને ઘઉં કહેવાય, આને જુવાર કહેવાય કે આને ચોખા કહેવાય. એ દરેક અનાજને જુદા કરી