________________
૧૭૮
શું સાધન બાકી રહ્યું ? ગુરુગમ હોય તો સહજમાં છે અને ગુરુગમ ના હોય તો અનંત ઉપાય કરે, મથે તો પણ કાર્યની સિદ્ધિ નથી. કેમ કે, અજ્ઞાની જીવો આત્માને મૂકીને પરમાં જ આત્માનું સંશોધન કરે છે અને પરમાં જ ધર્મ માને છે. પરદ્રવ્યના આશ્રયપૂર્વકની ક્રિયાઓ સંસારનો હેતુ થાય છે. સ્વને મૂકી અને પરને પકડે છે અને પરની ક્રિયામાં ધર્મ માને છે. આ જ અજ્ઞાન અને ભ્રાંતિ છે. પરમાંથી ખસવાનું છે એના બદલે ધર્મના નામે પરમાં વસતો જાય છે. બાહ્ય ત્યાગ કર્યો તેમાં ધર્મ માન્યો, તો બાહ્ય ત્યાગ કર્યો, વ્રત ધારણ કર્યું એ તો આસ્રવ છે, એ કંઈ મોક્ષમાર્ગ થોડો છે ? વ્રત છે એ પુણ્યાસ્રવ છે. હવે આમ્રવને ધર્મ માન્યો એટલે વિપરીત શ્રદ્ધા કરી, તેના કારણે મિથ્યાત્વ પણ ગાઢું કર્યું. જુઓ ! વ્રતનો નિષેધ નથી, પણ વ્રતમાં મોક્ષમાર્ગ માનવો એનો નિષેધ જ્ઞાનીઓ કરે છે. કોઈપણ વ્યવહારધર્મનો જ્ઞાનીઓ નિષેધ કરતા નથી, પણ એ વ્યવહારધર્મમાં નિશ્ચયધર્મ માનવો, મોક્ષમાર્ગ માનવો તેનો જ્ઞાનીઓ નિષેધ કરે છે. માટે, હેય, શેય, ઉપાદેયનો સાચો વિવેક લાવીને ધર્મ કરો. એની એ જ સાધના જ્ઞાનીની આજ્ઞા અનુસાર થાય તો મોક્ષનું કારણ થાય છે અને એ જ સાધના સ્વચ્છેદથી થાય તો બંધનું કારણ થાય છે. કેમ કે, એમાં હેય-શેય-ઉપાદેયનો વિવેક નહોતો અને જ્ઞાનીની આજ્ઞામાં હેય-શૈયઉપાદેયનો વિવેક છે. આ જ કરવા જેવું છે. હિંસા એ ધર્મ કે અધર્મ? પાપ કે પુણ્ય? અધર્મ છે, પાપ છે. છતાંય હિંસા એ પુણ્ય પણ છે. જુઓ ! આ ગુરુગમ છે. હિંસાથી પુણ્ય કેવી રીતે? તેનો શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં એક દાખલો આવે છે.
એક ગુફામાં એક મુનિ ધ્યાનમાં બેઠા હતા. તે સમયે એક સિંહ ત્યાં આવ્યો. તે મુનિ ઉપર હુમલો કરવા જતો હતો ત્યાં જ એક સુવર આવી ગયું. મુનિને બચાવવા માટે તે સિંહ સાથે લડ્યું. લડાઈમાં બંને મરી ગયા, પણ સુવર સ્વર્ગમાં ગયું ને સિંહ નરકમાં ગયો. આમ તો, હિંસા કરે તો પાપ બંધાય અને નરકમાં જાય. પણ, સુવરમાં મુનિરક્ષાનો ભાવ હતો, તેના કારણે તેની હિંસા પણ અહિંસા થઈ ગઈ અને ભક્ષણનો ભાવ હોય તો હિંસાનો દોષ લાગે છે. કોઈએ કોઈને છરી મારી, પણ તે મર્યો નહીં અથવા કોઈએ કોઈને ગોળી મારી, પણ તે બચી ગયો. છતાં તેને હિંસાનો દોષ લાગી ગયો અને કોઈ માણસે રક્ષણ કર્યું, ભલે એનાથી રક્ષણ ના થયું ને મરી ગયો તો પણ તેને પુણ્યનો બંધ પડે છે. પરિણામ જોવાય છે. કોઈપણ કાર્યમાં તમારો આશય શું છે? પરિણામ શું છે? હેતુ શું છે? ભાવ શું છે? તેને અનુરૂપ બંધ પડે છે. પરિણામ અનુસાર મોક્ષ થાય છે. ડૉક્ટર ઑપરેશન કરવા માટે છરી ચલાવે અને દર્દી મરી જાય; ને કોઈ માણસ કોઈને મારી નાંખવા છરી ચલાવે ને બીજો માણસ મરી જાય, તો બંને