________________
૨૦
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૪ )
જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ;
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. સત્સંગનો યોગ થવો એ તો ત્રણે કાળમાં દુર્લભ છે. ઉત્તમ જ્ઞાનીનો પ્રત્યક્ષ સત્સંગ અને બોધ એ ત્રણે કાળમાં પરમ દુર્લભ છે અને એ સત્સંગમાં જે આજ્ઞા મળી હોય તેનું આરાધન થવું તે તો તેના કરતાં પણ વધારે દુર્લભ છે.
સપુરુષની કંઈ સેવા મળે તો ઉલ્લાસભાવ રહે અને તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના થવી જોઈએ, એ પણ થતી નથી. પુરુષની સેવા એ પણ મહાન આત્મકલ્યાણનું એક બાહ્ય નિમિત્ત સાધન છે, જેને વૈયાવૃત્ય કહે છે.
જોગ નથી સત્સંગનો, સત્યનો રંગ ચડાવે તેનું નામ સત્સંગ. જેના સાન્નિધ્યમાં રહેવાથી, જેનો બોધ પ્રાપ્ત કરવાથી આપણને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની સાચી આરાધના પ્રાપ્ત થાય એવો સત્સંગનો જોગ મળવો દુર્લભ છે. કહેવાતા સત્સંગ તો ઘણી જગ્યાએ ઘણા ચાલે છે, પણ જેમાં સિદ્ધાંતબોધની યથાર્થતા હોય અને આપણા આત્માને ઉપકારી થાય એવો બોધ અને સત્સંગ મળવો એ તો પરમ દુર્લભ છે. | એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ;
તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ. સત્સંગ જેવું આત્મકલ્યાણ કરવાનું બીજું કોઈ બળવાન સાધન બહારમાં નથી. માટે ગમે તેટલું દૂર જવાનું હોય તો પણ સત્સંગનો મોકો મળતો હોય તો સત્સંગનો લાભ લઈ લેવો. કેમ કે, આ પડતો કાળ છે, પંચમકાળ છે, ધીઠું હુંડાવસર્પિણી કાળ છે, એટલે આ કાળમાં આત્મજ્ઞાની મહાપુરુષોનો સત્સંગ મળવો એ તો પરમ પરમ દુર્લભ છે. આત્મધર્મ કરવા માટે જે પુરુષાર્થ થવો જોઈએ તે પણ કરી શકતો નથી. જોગ નથી એટલે એવી યોગ્યતા પણ નથી કે એવું નિમિત્ત પણ મળતું નથી. મહાપુરુષોનો સંપર્ક થવો એ પણ આ કાળમાં બહુ દુર્લભ છે. મળે તો જીવોની પ્રવૃત્તિ એટલી બધી છે કે તે ફર્સ્ટ પ્રેફરન્સ બાહ્ય પ્રવૃત્તિઓને આપે છે. બધાય અગત્યના લૌકિક કાર્ય પત્યા પછી પોતાના અનુકૂળ સમયે સત્સંગ મળે અને તે પણ પાછા કોઈ