SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ છ પદનો પત્ર પ૯૧ અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. જો ધીરજ ખૂટી જાય અને જ્ઞાનીઓનો માર્ગ છોડી દે અને બીજા કોઈ અજ્ઞાની એવા કુદેવ, કુગુરુના માર્ગને પકડી લે, આડી કલ્પનાઓ કરે, તો જીવ પોતાનું હિત ચૂકી જાય છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. અનિત્ય પદાર્થો પ્રત્યે જે રાગ છે તે રાગ ખસતો નથી, વધતો જાય છે અને તેના કારણે તેનું પરિભ્રમણ વધતું જાય છે. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. સત્પષનું યોગબળ જગતનું કલ્યાણ કરો !” આ જે વચનામૃત છે તે સત્પરુષનું વચનબળ છે. જે કાયા દ્વારા સમાધિ કરે છે તે તેમનું કાયબળ છે. કાયા દ્વારા બોધ આપે છે. તે તેમને કાયયોગ છે. અને મન દ્વારા આત્મચિંતન અને ધ્યાન કરે છે તે તેમનો મનોયોગ છે. પુરુષનું આ યોગબળ જગતનું કલ્યાણ કરનારું છે. જગતના આટલા બધા જીવોનું કલ્યાણ થયું, એમાં નિમિત્ત તરીકે સપુરુષનું યોગબળ છે. પુરુષનું યોગબળ એટલે કે મન-વચન-કાયાનું બળ સંપૂર્ણ જગતને અને વિશેષે કરીને ભવ્ય જીવોને પરમ હિતકારી છે. જે મુમુક્ષુ છે, તરવાનો કામી છે, આત્માનો હિતેચ્છુ છે તેને વિશેષ હિતકારી થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે સર્વ પ્રકારના ભય ટળી જાય છે. આલોકનો ભય, પરલોકનો ભય, આજીવિકાનો ભય, અજ્ઞાનતાનો ભય, મરણનો ભય, અકસ્માતનો ભય, એમ અનેક પ્રકારના ભય છે. નિર્ભય થાય ત્યારે ભય જાય છે અને જ્યાં સુધી આત્માની અનુભૂતિ ના થાય ત્યાં સુધી સાચી નિર્ભયતા આવતી નથી. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. આત્માના સ્વરૂપમાં નિઃશંતા થાય કે હું અજર, અમર, અવિનાશી, શાશ્વત છું. મારો નાશ જગતના કોઈ પણ પદાર્થો દ્વારા થઈ શકે તેમ નથી. કોઈ પદાર્થ દ્વારા કિંચિત્ માત્ર પણ નુકસાન થઈ શકે એવું નથી. આવો હું અજર, અમર, અવિનાશી, શાશ્વત, શુદ્ધ ચૈતન્યસત્તા માત્ર, આત્મા છું. દરેક ભય દેહાત્મબુદ્ધિના કારણે થાય છે અને દેહાત્મબુદ્ધિ છોડીને જીવ આત્માશ્રિતપણે રહે, તો તે નિર્ભય થઈ જાય છે અને સર્વકાળને માટે અનંત આત્મસુખને પ્રાપ્ત કરનારો થાય છે. જેના વચનબળથી સર્વ ભય નાશ પામે અને હંમેશના માટે સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય તે વચનના કહેનાર એવા સપુરુષનો ઉપકાર વાણીથી કહી ન શકાય એવો હોય છે. એ ઉપકારનો
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy