________________
શું સાધન બાકી રહ્યું ?
૧૯૭
શરણ છે નહીં. નિશ્ચયથી જ્ઞાનસ્વભાવી આત્માનું શરણ છે. ભક્તિ, પ્રેમ, સદ્ગુરુના આત્મસ્થિરતા રૂપ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપણે જોડાય, તો તરત શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટે. ભક્તિ અને પરપ્રેમ પ્રવાહ, ઉત્કૃષ્ટ પ્રેમ પ્રવાહ જ્યારે આત્મા બાજુ વળશે ત્યારે અંદરમાં ઉપયોગની સ્થિરતા થઈ અને શુદ્ધ આત્માનો અનુભવ થશે.