________________
૩૫૪
ક્ષમાપના
નવકારમંત્રનું સ્મરણ કરીએ છીએ. નવકારમંત્રમાં બધાય મંગલાચરણ સમાઈ જાય છે, કોઈપણ આચાર્ય ભગવંતો પુસ્તક લખતા હોય કે પ્રવચન કરતા હોય તો પ્રથમ એમનું સ્મરણ કરી, એમને વંદન કરી અને પછી એ કાર્યની શરૂઆત કરે છે. તો પાપને ગાળે અને પુણ્યને લાવે એનું નામ મંગલ. સિદ્ધ ભગવાન મંગલ સ્વરૂપ છે. એ તો સંપૂર્ણ મંગલ થઈ ગયા અને એમનો સાચો આશ્રય કરનાર પણ એમના જેવી દશાને પ્રાપ્ત થાય છે.
‘સાહૂ મંગલં’ – નિગ્રંથ સાધુ એ પણ મંગલ સ્વરૂપ છે. રત્નત્રયધારી, દિગંબર, યથાજાતરૂપધર એ મુનિ કહેવાય. વસ્ત્રધારી છે એ મુનિપથાનુભ્યાસી અથવા મુનિપથાનુગામી છે, પણ મુનિ નહીં. જુઓ કોઈ શ્રાવકનું શરણ ગ્રહણ કરવાનું કહ્યું નથી અને આપણે શ્રાવકના શરણ ગ્રહણ કરી, મુનિના શરણા છોડી દીધા છે, એ જ્ઞાનીઓની આજ્ઞાથી વિરુદ્ધ આપણે ચાલ્યા છીએ. તો, આરંભ-પરિગ્રહધારીનું શરણું ના હોય, સગ્રંથ જીવોનું શરણું ના હોય. આરંભ-પરિગ્રહથી રહિત નિગ્રંથ મુનિનું, પરમાત્માનું શરણું હંમેશાં હોય.
ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ‘અંતિમ સંદેશ’ - ગાથા – ૫ ચરણ એટલે આજ્ઞા, ચરણ એટલે ચારિત્ર, એમ એના ઘણા અર્થ થાય. તો, જિન પરમાત્માની આજ્ઞાની ઉપાસના કરવી, એમણે કહેલા દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉપાસના કરવી અને તે ‘અતિશય ભક્તિ સહિત.' અતિશય ભક્તિ લાવીને કરો. પોતાની પાત્રતા હોય તો અતિશય ભક્તિ આવે, નહીં તો ‘રુટીન' પ્રમાણે, રૂઢિ પ્રમાણે કરી જાય. ‘મુનિજન સંગતિ રતિ અતિ.’ રત્નત્રયધારી, યથાજાતરૂપધર મુનિ - પ્રમત્ત - અપ્રમત્તદશામાં વર્તે છે એવા ભાવલિંગી સંતોની સંગતિ અને રતિ એટલે પ્રેમ જેટલો થાય તેટલો કરો. એ ભક્તિ સમકિતને ખેંચીને લાવશે. ગુરુત્વમાં હંમેશાં નિગ્રંથ ગુરુ જ આવે. ગૃહસ્થ હોય અને તમને સાચા દેવ, ગુરુ, ધર્મ અને તત્ત્વનું ભાન કરાવે તો એ તમારા ઉપકારી ગુરુ કે શિક્ષાગુરુ કહેવાય, બાકી નિગ્રંથ ગુરુમાં એ ના આવે. એમને ગુરુ તરીકે માનવા, પૂજવા એ પણ મિથ્યાત્વ છે. કોઈપણ પરિગ્રહધારીને અથવા વસ્ત્રધારીને નિગ્રંથગુરુ માનવા મોટું મિથ્યાત્વ છે, ગૃહિત મિથ્યાત્વ છે.
અત્યારે પ્રાયે જૈનદર્શનમાં મોટા ભાગના લોકો આ ગૃહિત મિથ્યાત્વમાં ફસાયેલા છે.
અગૃહિતની વાત તો બહુ દૂર છે. પરમકૃપાળુદેવના કોઈપણ વચન જુઓ ! એમાં એમણે