________________
છ પદનો પત્ર
જેટલું સમજાય એટલું અંદરમાં એકાગ્ર ચિત્તથી, રસપૂર્વક સાંભળો અને ઘેર જઈ આનો વિચાર કરવો. આ વાત વાંચવી, ફરી એને ફેરવવી, તો ધીમે ધીમે આખી વાત સમજાશે. આ પ્રયોજનભૂત વાત છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે અને તે ભાવના ફળનો ભોક્તા થતાં એટલે ઘટ-પટ આદિ વિભાવ પરિણામમાં પરિણમે છે. ઘડો કરવાની ઇચ્છા કેમ થઈ ? જ્ઞાનભાવમાં રહેવાની ઇચ્છા કેમ ના થઈ ? એમાં પણ કર્મનો ઉદય નિમિત્ત છે. એ કર્મનો ઉદય કેમ આવ્યો ? પૂર્વે અજ્ઞાનભાવ ભાવ્યા હતા, એના દ્વારા કર્મ બાંધ્યા હતા એ ઉદયમાં આવ્યા અને એની સાથે જોડાણ થયું. તો એ પૂર્વના અજ્ઞાનભાવ કેમ થયા? તો એથી પૂર્વે એવા કર્મ બાંધ્યા હતા ત્યારે થયા. ત્યારે એથી પૂર્વકર્મ કેમ બંધાયા હતા ? તો કહે એથી પૂર્વમાં રાગ-દ્વેષ અને અજ્ઞાનમય ભાવોની પરિણતિ અનાદિકાળથી ચાલી આવી છે. આ સર્કલ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. હવે અહીં આગળ એણે છીણી મારી, જેમ પેલો લાકડાં ફાડવાવાળો હોય છે એ બરાબર એની સાંધમાં છીણી મૂકે છે, લાકડાં ફાડવાની છીણી અને ઉપર હથોડાનો ફટકો મારે છે અને લાકડું ચીરી નાખે છે. એવી રીતે આ આસ્રવ અને સંવર અથવા બંધ અને નિર્જરા એ બેની વચમાં જ્ઞાનની છીણી મારીને બે ને જુદા પાડી દેવાના છે. આ આસ્રવનું પડખું અને આ સંવરનું પડખું એમ બન્ને જુદા પડી જાય છે.
४८०
ત્યારે જીવ વિભાવમાં કર્મનો કર્તા થાય છે એ ધીમે ધીમે અટકતો જાય છે. અનંતાનુબંધીનો અભાવ થાય છે ત્યારે એકતાલીસ પ્રકૃતિનો બંધ અટકે છે. પછી આગળ અપ્રત્યાખ્યાનાવરણનો બંધ જાય છે ત્યારે એનાથી વધારે પ્રકૃતિઓ અટકે છે. એનાથી આગળ જાય તો, એનાથી વધારે પ્રકૃતિ અટકે છે અને જ્યારે સંપૂર્ણ વીતરાગ થઈ અને અયોગી અવસ્થામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે કર્મના આસવનો નિરોધ થઈ જાય છે. સિદ્ધલોકમાં પછી એક સમયનો પણ આસ્રવ રહેતો નથી.
આ એનો આખો ક્રમ છે. જ્ઞાન થઈ ગયું એટલે એકસામટાં કર્મ બધા ઉડી જાય અને બિલકુલ બંધ ના થાય એવું નથી. જ્ઞાન થઈ ગયા પછી પણ કર્મો રહે છે, પણ એ કેવા ? કે જે કર્મો એને અનંત સંસા૨પરિભ્રમણ કરાવતા નથી. પછી ભારે કર્મો બંધાતા નથી. એ ભાવમાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટ-પટ આદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે અર્થાત્ ઘટ-પટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી. એના મૂળ દ્રવ્યના પરમાણુનો આત્મા કર્તા નથી, પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી એ વિભાવ કરે છે એટલે ઘટ-પટ આદિ કરવાનો વિકલ્પ કરે છે.
એક માટીમાંથી ઘડો થાય છે તો માટીના ઘડાનો કર્તા માટી છે. માટીમાંથી ઘડો થયો છે. કાંઈ કુંભારમાંથી ઘડો થયો નથી. કુંભાર ઘડારૂપે થઈ ગયો છે ? કુંભાર તો કુંભારરૂપે જ