________________
૪૭૪
છ પદનો પત્ર
પરિણમન કરે છે. પુદ્ગલનું વિભાવરૂપે પરિણમન થાય છે ત્યારે તે સ્કંધરૂપે થાય છે. આ બધા જુદા જુદા પ્રકારના સ્કંધ થાય છે તે તેનું વિભાવ પરિણમન છે. એકલો પુદ્ગલ પરમાણુ જે રહી જાય તે તેનું સ્વભાવ પરિણમન છે. એવી રીતે જીવ પણ જ્યારે દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી બિલકુલ નિરાવરણ રહી જાય, ત્યારે તેનું શુદ્ધ પરિણમન કહેવામાં આવે છે અને જ્યાં સુધી એ રૂપે નથી ત્યાં સુધી તેનું શુદ્ધ પરિણમન કહેવામાં આવતું નથી. આત્મામાં એક અથક્રિયા છે અને એક વ્યંજન ક્રિયા છે, પણ અહીં જે પ્રયોજનભૂત છે તે વિચારીએ છીએ. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
ક્રિયાસંપન્ન છે એટલે કર્તા છે. કાર્ય તો કંઈ ને કંઈ કરે છે. બિલકુલ નિષ્ક્રિય નથી. પરમાર્થથી એટલે નિશ્ચયથી. શુદ્ધ નિશ્ચયથી જીવ નિજસ્વરૂપનો કર્તા છે. નિસ્વરૂપ એટલે સ્વભાવભાવ. “સ્વ”નો ભાવ કરવો તે. “સ્વ'નો એટલે જ્ઞાનનો. જ્ઞાનનો જ્ઞાનભાવ થવો તે સ્વભાવભાવ છે, નિજભાવ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા જ્ઞાનભાવ સિવાય કંઈ કરતો નથી. કેમ કે, આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે. તો જ્ઞાન સિવાય બીજું શું કરે ?
આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન, જ્ઞાનાત અન્યત્ કરોતિ કિમી
પરભાવસ્ય કર્તા આત્મા, મોહેયં વ્યવહારેણં // મોહી જીવોનું, વ્યવહારી જીવોનું કથન છે કે આત્મા પરભાવનો કર્તા છે, પણ પરમાર્થથી તો આત્મા પરભાવનો કર્તા નથી. કોઈ એક દૃષ્ટિએ સાપેક્ષપણે કર્તા છે, પણ આ દૃષ્ટિથી નહીં. સ્વભાવ પરિણતીથી. પરમાર્થથી તો જીવ અશુદ્ધ ભાવનો એટલે ક્રોધાદિ ભાવનો, રાગાદિ ભાવનો, શુભાશુભ ભાવનો કર્તા નથી. માત્ર જ્ઞાનભાવનો જ કર્તા છે, પણ સ્વભાવ પરિણતિમાં હોય ત્યારે.
મુમુક્ષુ જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાતા-દેષ્ટા લેવાનું?
સાહેબ જ્ઞાનસ્વભાવ એટલે જ્ઞાનનું જ્ઞાનસ્વરૂપે હોવું તે. ટૂંકમાં, નિર્વિકલ્પ સમાધિમાં સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત અભેદ પરિણામ થાય તે જ્ઞાનભાવ કહેવાય.
એ ભાવે પરિણમે તો તે પોતે પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા અને ભોક્તા શુદ્ધ નિશ્ચયનયથી છે અને પરમશુદ્ધ નિશ્ચયનય તો તે કોઈ પર્યાયને પકડતો જ નથી, પરિણમનને