________________
૪૬૫
છ પદનો પત્ર
તો, આપણે આત્મા છીએ અને આત્માની દૃષ્ટિ કરીએ તો આ જગતના તમામ જીવો અને પદાર્થો તરફ વૈરાગ્ય થઈ જાય. જ્યાં આપણને આકર્ષણ થાય છે, જ્યાં રાગ થાય છે, જયાં દ્વેષ થાય છે, જ્યાં રતિ થાય છે, જયાં અરતિ થાય છે, જેના નિમિત્તે હર્ષ-શોક થાય છે. આ બધુંય આત્મા ઉપર દૃષ્ટિ આવવાથી મટી જાય છે.
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું ? માટે, આત્માનિત્ય છે. ઘટ-પટ આદિ પદાર્થો અમુક કાળવાર્તા છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટ-પટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે, તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. રશિયામાં, અમેરિકામાં દેહને અમર બનાવવાના અખતરાઓ ઘણા ચાલે છે, પણ જે સંયોગથી બન્યું છે તે અજર-અમર રહી શકે નહીં. કદાચ કોઈ કેમિકલથી વધારે સમય ટકી રહે એવું બને પણ આયુષ્યકર્મમાં કોઈ વધઘટ ના કરી શકે. ગમે તેવું જડ વિજ્ઞાન હોય તે આયુષ્યકર્મમાં વધ-ઘટ કરી શકતું નથી. પહેલાના જમાનામાં ૮૪ લાખ પૂર્વ વર્ષના આયુષ્ય હતા. આટલું સાયન્સ ન હતું. તો પણ એટલા આયુષ્ય હતા. સાયન્સથી આયુષ્યમાં વધ ઘટ થાય છે એવું નથી. જીવ આયુષ્ય કર્મ બાંધીને આવ્યો છે તેને અનુરૂપ તેનું જીવન હોય છે. કોઈપણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે. આ જ્યારે વૈજ્ઞાનિકો વાંચશે ત્યારે ચમકશે કે શું કહે છે? કોઈ સંયોગથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી? આ કોઈપણ દ્રવ્ય દ્વારા આત્મા બને નહીં. એમને તો પહેલા આત્માનો જ સ્વીકાર નથી, પણ પહેલું પદ વાંચે પછી બીજા પદનો એમને સ્વીકાર આવશે કે આ ચેતન છે તે કોઈ સંયોગી દ્રવ્યથી ઉત્પન્ન થવા યોગ્ય નથી.
મુમુક્ષુ આ સ્વભાવે કરીને પદાર્થ છે એટલે શું?
સાહેબ સહજ સ્વયે પદાર્થ છે. એટલે કોઈ ઉત્પન્ન કરેલો પદાર્થ નથી. ઉત્પન્ન કર્યો હોય તે કૃત્રિમ કહેવાય અને સહજ સ્વભાવે હોય તે કુદરતી કહેવાય. એટલે ટૂંકમાં અનુત્પન્ન છે. કોઈપણ સંયોગી દ્રવ્યથી ચેતન સતા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે અને અસંયોગી હોવાથી અવિનાશી છે. એટલે તેનો નાશ થઈ શકે તેમ છે નહીં. ત્યારે હવે શું કરવું? નાશ થાય એમ નથી અને કાયમ રહે એવું છે અને અહીંથી જવાનું છે એ નક્કી વાત છે. આ દેહમાં કાયમ રહેવાનું નથી અને વસ્તુ અંદરમાં છે તે નિત્ય છે. તે કાયમ રહેવાવાળી છે. અહીંથી સ્થળાંતર થશે તો એ તો એવા ને એવા રૂપે રહેવાની છે. જે સ્વજનો ગયા તે બધા ક્યાં ગયા એ વિચારો? આ પૃથ્વીને હચમચાવી નાખનારા, મારું કે મરું એવા અયુબખાન, હિટલર,