________________
૯૧
ભક્તિના વીસ દોહરા. પદાર્થ આત્માનું કિંચિત્માત્ર હિત કરવાનો નથી કે સુખ આપવાનો નથી. આવો અનંત જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે. પણ અજ્ઞાનતાના કારણે જીવ એ સુખ અને પદાર્થોમાં લલચાય છે. એટલે એનો જે વૈરાગ્ય પ્રદીપ્ત થવો જોઈએ એ પ્રદીપ્ત થતો નથી. હોજરી પ્રદીપ્ત થયા વગર ભોજન કરે તો તે ભોજન તેને નુક્સાનકારક થાય. એવી રીતે વૈરાગ્યની પ્રદીપ્તતા વગર આ બધી સાધના નિષ્ફળ જાય છે. વૈરાગ્યને પ્રદીપ્ત કરવા માટે વારંવાર બાર ભાવનાઓનું ચિંતવન કરવું.
- અનિત્ય ભાવના - આ બધાય પદાર્થો અનિત્ય છે. કોઈ સંયોગો કાયમ રહેવાના નથી. એક માત્ર મારો આત્મા નિત્ય છે. એકત્વ ભાવના - અનાદિકાળનો હું એકાકી છું, ત્રિકાળ એકાકી છું, આ આત્માનું હિત કોઈ દ્વારા નથી. ફક્ત મારા સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જ મારું હિત છે અને એ ભાવો મારા આત્માના આશ્રયે જ પ્રગટે છે. માટે મારા આત્માનો આશ્રય એ જ મારા પરિભ્રમણની મુક્તિનું કારણ છે, આવો એને અંદરમાં દઢ નિર્ણય થવો જોઈએ અને પછી એને અનુરૂપ પુરુષાર્થ થવો જોઈએ.
જ્ઞાનીનો જોગ થયો પણ જો સંસાર પ્રત્યે વૈરાગ્ય ના આવે તોય કામ નથી થતું. એમના કહ્યા પ્રમાણે વર્તન ના થાય તો પણ કામ થતું નથી. સાંભળે બધું, પણ એ પ્રમાણે આચરણમાં ના આવે તો શું કામનું? એવું વર્તન પણ થવું જોઈએ. પરને પોતાનું માનવું એ અભિમાન છે. “આ હું છું”, “હું ગોકુળભાઈ છું”, “શરીર હું છું” આ અભિમાન છે. પૈસાને પોતાના માનવા, કુટુંબને પોતાનું માનવું, દેહને પોતાનો માનવો, જગતના સુખ અને પદાર્થોને પોતાના માનવા – આ બધા અભિમાન છે, અહંકાર છે. જ્ઞાનીઓ મળ્યા પછી એ અભિમાન છૂટી જાય છે. હું માત્ર આત્મા છું, આત્મા સિવાય હું કંઈ જ નથી અને આત્મા સિવાય કંઈ મારે નથી - આ પ્રકારનું દઢત્વ તેને આવી જાય છે. ઊંઘમાં પણ એ જ હોય અને જાગતા પણ એ જ હોય. ચોવીસ કલાક આત્માની જ ધૂન હોય. આત્મા સિવાય પરમાં પોતાપણાની માન્યતા થાય નહીં. આવું દઢત્વપણું પ્રથમ ચિંતન, મનન, શ્રવણ, વાંચન દ્વારા થવું જોઈએ અને પછી અનુભવ દ્વારા થાય.
હું આટલું ભણેલો છું, હું આટલો પૈસાવાળો છું, હું મોટો રાજા-મહારાજા છું, હું મોટો અધિકારી છું, હું ડૉક્ટર છું, હું વકીલ છું, હું એન્જિનીયર છું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું - આ પ્રકારનું માનવું એ અભિમાન છે. જયારે સત્સંગમાં બેઠો હોય ત્યારે કહે કે હું આત્મા છું, પણ બહાર જાય એટલે એનો એ થઈ જાય પાછો ! હાથી પાણીમાં પડે એટલે ચોખ્ખો થઈ જાય, પણ