________________
૫૪૨
છ પદનો પત્ર તે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે વર્તે તે આત્મારૂપ, મૂળ.
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ. ૯
આ તો કહેવા માટે ભેદ પાડવામાં આવે છે, બાકી અંદરમાં કાંઈ જુદું નથી. અખંડ . આત્મા એક જ છે અને અભેદ પરિણમને પરિણમી રહ્યો છે. સમજાવવા માટે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આ બધું જુદું જુદું પાડવું પડે છે. જેમ કે સાકરના ગાંગડાને સમજાવવો હોય તો એમ કહેવું પડે કે ખરબચડો હોય, સફેદ હોય, એમાં ગળપણ હોય; પણ એક સાકર કહીએ, તો એમાં બધું આવી જાય છે, એમ ત્રણે અભેદ પરિણામથી કહીએ એટલે બધું આવી જાય છે. અભેદમાં બધા આવી જાય છે. અભેદમાં પછી ભેદ રહેર્યો નથી. સમજાવવા માટે ભેદ પાડવો પડે છે. હકીકતમાં વસ્તુ ભેદવાળી નથી. પરિણામ પણ ભેદવાળું નથી. અભેદ પરિણામ છે.
ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય.
– શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૭૨૪ - ગાથા - ૫ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર, એ ત્રણેય અભિન્ન સ્વભાવે પરિણમી આત્મસ્વરૂપમાં - સ્વભાવમાં જ્યાં સ્થિત થાય છે ત્યારે પૂર્ણ પરમપદની પ્રાપ્તિ થાય છે.
મોહ સ્વયંભૂમરણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ. ૧૪ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ. ૨૧
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર' કેવું સુખ? અનન્ય સુખ. અનન્ય એટલે જગતમાં ક્યાંય એનો જોટો ના મળે. ચૌદ રાજલોકમાં તમે ગમે ત્યાં જાવ. તો પણ સિદ્ધ ભગવાન અને કેવળજ્ઞાની પરમાત્માના સુખનો જોટો મળી શકે એવું નથી. એવું અનન્ય સુખ પ્રભુને પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શન, જ્ઞાન અને