________________
૫૯
છ પદનો પત્રા નહીં તો મારે “ઓફરો ઘણી છે. એટલે ચારેબાજુ ભટક ભટક કરે છે. એ પોતાના દોષ નથી જોતો કે મારા કારણે સમકિત અટક્યું છે. બોધ ઘણો મળ્યો છે. ઘણા વર્ષથી સાધના કરે છે. ઘણી જગ્યાએ જાય છે, પણ અંતરમાં જોતો નથી કે મને શું નડે છે? અન્યના કારણે સમકિત નથી થતું એમ નથી, પોતાના કારણે સમકિત નથી થતું. .
તો, અક્ષરજ્ઞાન ન હોય તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કાંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન પુસ્તકના આધારે પ્રગટ થતું નથી. એ તો એક નિમિત્ત છે. જ્ઞાન તો પોતાના સ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે. કેવળજ્ઞાન કાંઈ પુસ્તકો વાંચી વાંચીને ના થાય. હજારો શાસ્ત્રો વાંચો તો પણ આત્મજ્ઞાન ના થાય. જ્ઞાનસ્વભાવી આત્માનો આશ્રય કરો તો જ્ઞાન કેમ પ્રગટ ના થાય? ભક્તિ વગર જ્ઞાન શુષ્ક અને અહંકારી થાય છે. ભક્તિ વગરના જ્ઞાનમાં અહંકાર આવી જાય છે. તે પડવાના ચિહ્ન છે. જેમ જેમ ચિત્ત - ઉપયોગ ભક્તિમય થતો જાય છે તેમ તેમ ચિત્તની નિર્મળતા વધતી જાય છે. અને એ નિર્મળ થયેલું ચિત્ત - ઉપયોગ એ આત્માના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે.
ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.
– શ્રી આનંદઘનજી કૃત શ્રી ઋષભજિન સ્તવન ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. જુઓ ! આ બહુ અગત્યની વાત પરમકૃપાળુદેવે આપણને સમજાવી છે. જો ભક્તિનું બળ નથી હોતું તો જ્ઞાન અવળા માર્ગે ફંટાઈ જાય છે અને અહંકાર પેદા કરે છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. નિર્મળ જ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનાવરણ નિવૃત્ત ના થાય, ત્યાં સુધી જીવને કેવળજ્ઞાન થાય નહીં અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. શબ્દજ્ઞાન નથી તેને પણ કેવળજ્ઞાન થાય એમ કહે છે. કેવળજ્ઞાન થાય તો બધું ભાષાજ્ઞાન એમાં સમાઈ જાય કે ના સમાઈ જાય?
ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કંઈ નિયમ સંભવતો નથી. ભાષાજ્ઞાન ગમે તેટલું હોય તેનાથી કંઈ મોક્ષ થાય, આત્મજ્ઞાન થાય, એવું કાંઈ નથી. જ્ઞાન આત્માની નિર્મળતામાં, આત્માના સ્વરૂપના આશ્રયે દેવ-ગુરુ-ધર્મની ઉત્કૃષ્ટભક્તિ, અભેદ ભક્તિ, અત્યંત ભક્તિ, પરાભક્તિ, નિષ્કામ ભક્તિપૂર્વક જે જીવમાં