________________
ત્રણ મંત્રની માળા
૬૧૩
નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.’ એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય.
બોલવું એ અલગ વસ્તુ છે અને શ્રદ્ધાપૂર્વક ભાવભાસન આવવું એ અલગ વસ્તુ છે. આપણે જે નિત્યક્રમ કરીએ એમાં બધું બોલી જઈએ, ક્ષમાપનાનો પાઠ બોલી જઈએ, વીસ દોહરા બોલી જઈએ, યમનિયમ બોલી જઈએ - આ બધું બોલી જઈએ, પણ આપણે જે જીવન જીવીએ છીએ તેમાં ક્યાંય અહમ્ – મમત્વપણું ના થાય એની જાગૃતિ હોતી નથી. એ અહમ્પ - મમત્વપણું કાઢવા માટે આ મંત્ર આપણને આપ્યો છે કે પરમગુરુ પણ સહજાત્મસ્વરૂપ છે અને હું પણ સહજાત્મસ્વરૂપ છું. માત્ર મને મારું ભાન નહોતું, તે આ મંત્રના માધ્યમથી મને સદ્ગુરુએ કરાવ્યું છે. જીવ સહજાત્મસ્વરૂપથી રહિત નથી, માત્ર એને સહજ સ્વરૂપનું ભાન નથી અને સહજ સ્વરૂપનું ભાન થવું તે સાધના છે. બોલીએ છીએ કે, ‘હું આત્મા છું,’ પણ એ કહેતી વખતે જગતના તમામ ચેતન-અચેતન પદાર્થોથી, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન, અસંગ, એકાકી છું, જગતના કોઈ પદાર્થ સાથે કિંચિત્ માત્ર મારે લાગતું-વળગતું કે લેવા-દેવા નથી, પણ એવો ભાવ કરતા નથી. એ પદાર્થોનું સ્વભાવ પરિણમન થાય કે વિભાવ પરિણમન થાય એમાં આપણું જ્ઞાતા-દષ્ટાપણું, સાક્ષીભાવપણું ટકી રહે તો માનવું કે હવે આપણું અહમ્મમત્વપણું ઓછું થયું છે.
દેહમાં કોઈ પ્રતિકૂળતા આવી, ઘરમાં કંઈ પ્રતિકૂળતા કે અનુકૂળતા આવી, એ અનુકૂળતા કે પ્રતિકૂળતામાં આપણે ભળી જઈએ છીએ અને સાક્ષીભાવે રહી શકતા નથી, તો એ બતાવે છે કે જે આપણે બોલીએ છીએ તે શબ્દજ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન નથી. શબ્દજ્ઞાન તો પંડિતો પાસે ખૂબ હોય છે, પણ એ જ્ઞાન એમને આસ્રવથી નિવર્તાવતું નથી. જ્ઞાન તેને કહીએ કે જે આસ્રવથી નિવર્તાવે અને સંવર નિર્જરામાં પ્રવર્તાવે. પરમકૃપાળુદેવે એની જુદી વ્યાખ્યા કરી છે કે ‘હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય તેનું નામ જ્ઞાન છે.' જ્યારે આપણું જ્ઞાન ખરા વખતે જ ગેરહાજર રહે છે અને બાકી હાજર રહે છે ! સ્વાધ્યાયહૉલમાં હાજર અને સ્વાધ્યાયહૉલની બહા૨ ગેરહાજર થઈ જાય છે. આત્મા છું, આત્મા છું, એમ સ્વાધ્યાયહૉલમાં બોલે પણ બહાર જઈને આત્મા ‘છૂ’ થઈ જાય છે. હું માત્ર સહજાત્મરૂપી આત્મા છું, આત્મા સિવાય હું કશું નથી અને આત્મા સિવાય વિશ્વમાં કશું મારું નથી - આવું અકિંચનપણું, એકાકીપણું, ઉપયોગમાં ભાવભાસનમાં વારંવાર ભાસવું જોઈએ, એ સાધના છે. બીજી ધર્મના નામે ક્રિયાઓ ઓછી