________________
શું સાધન બાકી રહ્યું ?
૨૦૧
થાઓ. આ કાળમાં સ્વચ્છંદી જીવોની સંખ્યા ખૂબ મોટી હોય છે અને આજ્ઞાંકિત જીવોની સંખ્યા બહુ અલ્પ હોય છે. પૂર્વના કાળમાં આજ્ઞાંકિત જીવો વધારે હતા અને સ્વચ્છંદી ઓછા હતા.
તો, તનમાં, ધનમાં, જગતના પદાર્થોમાં, શરીરમાં જ્યાં જ્યાં પ્રેમ કર્યો છે એ પ્રેમને સદ્ગુરુમાં લગાડવાનો છે. તમારા શરીર કરતાં પણ વધારે પ્રેમ સદ્ગુરુ ઉપર આવવો જોઈએ. ઘણી યોગ્યતા હોય ત્યારે તે શક્ય બને અથવા તન, મન, ધનની અર્પણતા કરી, ગુરુદેવના સાન્નિધ્યમાં આજ્ઞા પ્રમાણે ચાલે એ જીવનું કાર્ય થઈ જાય છે. બસ, અર્પણ થઈ જઈએ એટલે વાત પૂરી થઈ ગઈ.
એક વખત શિવાજી મહારાજ તેમના ગુરુ સ્વામી રામદાસને કહે કે, હું રાજા છું તો આ લાખો જીવોનું પોષણ થાય છે. જો હું ના હોઉં તો આ બધાનું શું થાય ? એટલે ગુરુને થયું કે આનો આ અહંકાર છે તેને કાઢવો તો પડશે. પછી થોડા દિવસ ગયા પછી શિવાજીને કહ્યું કે ચાલો આપણે જંગલમાં ફ૨વા જવાનું છે. શિવાજી અને રામદાસ બન્ને સાથે જંગલમાં જાય છે. ત્રણ-ચાર કિલોમીટર જાય છે, પછી એક મોટી શિલા આવે છે. રામદાસે શિવાજીને કહ્યું કે, આ પથ્થરને થોડો ઊંચો કર. એટલે શિવાજીએ તેને ઊંચો કર્યો. તો તેની નીચે એક દેડકો, દેડકી અને તેનો પરિવાર ખાબોચિયામાં રહેતો હતો. એ બતાવીને રામદાસે શિવાજીને પ્રશ્ન કર્યો કે શિવા, આ બધાનું કોણ પૂરું કરે છે ? તો કહે ભગવાન. દુનિયાના જીવોનું કોણ પૂરું કરે છે ? તો કહે ભગવાન. તારું કોણ પૂરું કરે છે ? તો કહે ભગવાન. તો તું કોનું પૂરું કરે છે ? તો કહે કોઈનું નહીં. આમ, તેનો અહંકાર ઉતારી દીધો.
જીવને કોઈ ને કોઈ પ્રકારનો મદ આવી જાય છે. કોઈને જ્ઞાનનો, કોઈને તપનો, કોઈને ત્યાગનો, કોઈને કુળનો, તો કોઈને જાતિનો. એ અભિમાનમાં જીવ મોક્ષમાર્ગની દિશા ભૂલી જાય છે. એ મદ કાઢવા જ્ઞાનીની આજ્ઞા જરૂરી છે. જ્ઞાનીની આજ્ઞા આરાધ્યા વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં.
તબ કારજ સિદ્ધ બને અપનો.
માટે, આજ્ઞાનું માહાત્મ્ય સમજો. આજ્ઞા એ અંકુશનું કામ કરે છે. તેનાથી મનને ધારેલી દિશામાં વાળી શકાય છે અને મનને ધારેલી દિશામાં વાળશો તો જ આત્મકલ્યાણ કરી શકશો, નહીં તો તમારું મન જ્યાં ત્યાં ભટક્યા જ કરશે. ચોવીસ કલાક જીવને કંઈક ને કંઈક સંકલ્પવિકલ્પ ચાલ્યા જ કરે છે. અજ્ઞાની જીવને સારા વિકલ્પો થોડા આવે છે, ખરાબ વિકલ્પો ઘણા