________________
ભક્તિના વીસ દોહરા
૧૦૭ નિરીક્ષણ કરતો નથી. નિરીક્ષણ કરીને લખી રાખવું કે મારી દૃષ્ટિમાં મારા આટલા દોષો આવ્યા, હવે મારે આને કાઢવાના છે. પછી ધીમે ધીમે બધાને કાઢો. આત્માનું કલ્યાણ કરવું છે તો દોષો રાખીને થોડું કલ્યાણ થવાનું છે? દોષોને કાઢીને કલ્યાણ થવાનું છે. પોતાના દોષ પોતે નથી જાણતો એમ થોડું છે? બધુંય ખબર છે. બીજા હજી ના જાણે, પણ પોતે તો જાણે છે કે આ દોષ મારામાં છે અને આને મેં છાપર્યો છે. જેટલા દોષ છાવરશો એટલા દોષ વધશે અને ગુણો ઉપર આવરણ આવશે.
ભર નિદ્રા ભય, રૂંધી ઘેય ઘણો,
સંતના શબ્દ સુણી કાં ન જાગે ? ન જાગતાં “નરસૈયા' લાજ છે અતિ ઘણી, જનમોજનમ તારી ખાંત ભાંજે.
– ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા છતાંય જાગ્યા ત્યારથી સવાર. આજ જાગો તો આજથી સવાર. અનાદિકાળથી ઊંઘતા તો છો, કાંઈ આજની ઊંઘ નથી.
જ્ઞાનીપુરુષનો યોગ થયા પહેલાં પણ જો જીવ અવ્યક્તપણે પણ ભગવાન છે, આત્મા છે એમ માનતો હોય, તેણે સને સેવવાની જિજ્ઞાસા રાખી હોય, સાચી સાધના કરવાની ભાવના કરી હોય તો તેને મનુષ્યભવ મળે છે. જે કામ હું અધૂરું મૂકીને આવ્યો છું તે કામ મારે કરવાનું છે અને તે મનુષ્યભવ સિવાય થાય એવું છે જ નહીં. પૂર્ણ કાર્ય મનુષ્યભવમાં જ થશે. વારંવાર મનુષ્યપણાની ભાવના કરે તો તેને મનુષ્યભવ પાછો મળે છે અને અધૂરી રહેલી સાધના આગળ પૂરી થઈ જાય છે. જ્ઞાનીઓનો યોગ થાય છે. આ બધું પુણ્ય હોય તો થાય છે. આત્મા પ્રાપ્ત કરવાના લક્ષે જો ભાવના કરી છે તો તેને આત્મા પ્રાપ્ત કરવાના બાહ્ય સાધનો અને નિમિત્તો મળી જાય છે.
દરેક બનાવમાંથી વૈરાગ્યને તારવવો. કોઈનું મરણ થાય તો આપણને વૈરાગ્ય તો થાય છે. અશાતાના ઉદય આવે છે તો એ વૈરાગ્ય માટે આવે છે. અશાતાના ઉદય એ સારા માટે છે. પૈસા જતા રહ્યા, એ પણ સારા માટે છે. માટે વૈરાગ્ય વધારો. જે કાંઈ પ્રતિકૂળતા આવે એ આપણા આત્માનું ઘડતર કરાવવા માટે આવે છે. એટલે પ્રતિકૂળતામાં પણ લાભ ઉઠાવો, પ્રતિકૂળતામાં શોક ન કરો કે આ બધાને તો સરસ છે અને મારે કેમ નથી ? તારે નથી એનું કારણ એ જ કે તે પહેલાં પુણ્યભાવ નહોતો કર્યા એટલે ના મળ્યું. તો હવે? હવે