________________
ક્ષમાપના
૩૩૭
મરીશ, દુનિયાને મારું મોટું નહીં બતાવું.” એમને એમ કે આ છોકરો મને શું હરાવવાનો છે ! પાંચ પંડિતોને ન્યાયમાં બેસાડ્યા અને બંનેનો વાદ-વિવાદ ચાલ્યો. એમાં યુવા પંડિતે એવા અટપટા પ્રશ્નો મૂક્યા કે પેલા પંડિત એનો ઉકેલ આપી ન શક્યા અને હારી ગયા. પંચે ફેંસલો કર્યો કે આ પંડિત હારી ગયા અને યુવા પંડિત જીત્યા છે. એટલે પેલા પંડિત ઊઠીને સીધા કૂવામાં જઈને ભૂસકો મારીને મરી ગયા. આ વિદ્યાના મદનું ફળ.
કુળનો મદ, જાતિનો મદ, ઐશ્વર્યનો મદ અને તપનો મદ - આ આઠ પ્રકારના મદમાં અજ્ઞાન, મિથ્યાત્વ હોય તો એ તણાઈ જાય. સામાન્ય તુચ્છ વસ્તુ મળી હોય તો એનો પણ એને અહંકાર આવી જાય.
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - “વીસ દોહરા' હું એટલે અહંકાર, અનંતાનુબંધી કષાય. તેને પ્રથમ કાઢવાનું છે. એ પરમકૃપાળુદેવે પત્રાંક – ૪૩૭ અને ૫૦૧ માં મૂક્યું છે, ત્યાંથી વાંચવું. મિથ્યાદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કરવી, આદર કરવો અને સાચા દેવ-ગુરુ-ધર્મનો અનાદર કરવો – આ બંને અનંતાનુબંધી કષાય છે. આપણે પરમકૃપાળુદેવનો આદર કર્યો અને કુંદકુંદાચાર્યનો અનાદર કર્યો, તો અનંતાનુબંધી કષાય થઈ ગયો. એમ કુંદકુંદાચાર્યનો આદર કર્યો અને પરમકૃપાળુદેવનો અનાદર કર્યો તો એ પણ અનંતાનુબંધી કષાય છે. સની જાતનો અનાદર કરવો અને અસત્ની જાતનો આદર કરવો એ અનંતાનુબંધી કષાય છે, અને નિર્ધ્વસ પરિણામ થવા, મર્યાદા ઉપરાંત પણ વિષયોની વિલાસીતતા રાખવી એ અનંતાનુબંધી કષાય છે. તો, આ ચાર અનંતાનુબંધી કષાય અને પાંચમું મિથ્યાત્વ - આ મોળું પડે તો સમ્યગદર્શન થાય, નહીં તો ના થાય. એટલે વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ, એમના પ્રરૂપેલા ધર્મ પ્રત્યે હજુ આપણી શ્રદ્ધા નથી અને આપણી કલ્પના અનુસાર કે બીજા અજ્ઞાનીઓના બોધ અનુસાર આપણી માન્યતાઓ છે, એ કાઢવાની છે. નીકળવી અઘરી છે, પણ કાઢ્યા વગર છૂટકો નથી.
જીવને માન પણ નડે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “જગતમાં માન ના હોત તો મોક્ષ અહીં જ હોત.” “હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. હું જાણું છું, મને ખબર છે, મને આવડે છે, આ તો મેં વાંચ્યું છે આવા બફમમાં ને બફમમાં રહે અને દોષ નીકળે નહીં તથા અહંકાર વધી જાય તેનું નામ માન છે. તે જાય તો સમકિત થાય. મિથ્યાત્વ જાય ત્યાંથી જ