________________
ત્રણ મંત્રની માળા
૬૨૩ મઝા આવે છે એ જ બતાવે છે કે તને મોહનીયનું ઝેર ચઢેલું છે. કડવો લીમડો મીઠો લાગે તો સમજવું કે એને સાપનું ઝેર ચઢેલું છે. એમ તને સંસારના સુખમાં મઝા આવે છે, રુચિ થાય છે, અંદરમાં આનંદ થાય છે એ બતાવે છે કે તને અંદરમાં મોહનીય કર્મનું ઝેર ચડ્યું છે. મોહ એકાંતે દુઃખદાયક છે. કોઈપણ પ્રકારનો, કોઈપણ વસ્તુ પ્રત્યેનો મોહ એ હંમેશાં દુઃખનું જ કારણ છે, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનું કારણ છે, સંક્લેશમય પરિણામોનું કારણ છે. ધ્યાનનો મહાન દુશ્મન હોય તો મોહ છે. તેના બે પ્રકાર છે-દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહનો અભાવ થયા વગર સાચું ધ્યાન લાગતું નથી અને ચારિત્રમોહના અભાવ થયા વગર ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. માટે છેક સુધી આ મોહનીય કર્મ જીવને વિઘ્નકર્તા થાય છે. મા ઝહ- રાગ ના કરો. પં. શ્રી દૌલતરામજી કહે છે,
યહ રાગ આગ દહેં સદા, તાતેં સમામૃત સેઈએ, ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજપદ બેઈએ; કહાં રચ્યો પર પદમેં ન તેરો પદ વહેં ક્યું દુઃખ સહેં, અબ “દલ' હોઉં સુખી સ્વ પદ રચી દાવ મત ચૂકો યહૈ.
- શ્રી છહ ઢાળા - છઠ્ઠી ઢાળ સાહેબ !ઘરવાળામાં પણ રાગ નહીં કરવાનો?” ભગવાને ઘરવાળાનો જ્યારે રાગ છોડ્યો ત્યારે ભગવાન થયા છે. તારે પણ જો ભગવાન થવું હોય તો તું પણ ઘરવાળાનો રાગ છોડ. બધા માટે સિદ્ધાંત સરખો છે. “સાહેબ ! આટલો બધો વૈભવ અને આટલો બધો ધંધો જામેલો છે, બસો-પાંચસો તો નોકરો કામ કરે છે!” ત્યારે જ્ઞાની કહે છે કે ચક્રવર્તઓ છ ખંડ છોડીને નીકળ્યા છે ત્યારે આત્મકલ્યાણ સાધ્યું છે, તો તારે છ દુકાનો છોડવામાં શું વાંધો છે ભાઈ? છોડ ને !
રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની; નારીને વિસારી એણે, તજિયા સૌ સંસારી,
જોગી થઈને જાય મહાવીર જોગી થઈને જાય. એક મંત્ર પકડો, બસ બીજું કંઈ કરવાનું નથી. વાંચતા ન આવડે અને શાસ્ત્રોમાં સમજ ના પડે તો કંઈ વાંધો નહીં. ઘણી વખત શાસ્ત્રોના મર્મ નહીં સમજવાથી જીવ આડા પાટે ચઢી