________________
૧૫૮
શું સાધન બાકી રહ્યું ? દેખાય, પણ આંખ ખૂલે ત્યારે? એ સત્ય અસત્ય થઈ ગયું. તો સત્ય દેખાતું'તું ત્યારે એ સત્ય હતું કે અસત્ય હતું? અસત્ય બસ. એમ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતે પોતાના નહીં એવા પરદ્રવ્યને સ્વપણે માને છે; એ માન્યતા એ જ સંસાર છે. એ જ પરિભ્રમણનો હેતુ છે. એ જ જન્મ, જરા, મરણનું કારણ છે. એની નિવૃત્તિ થઈ ત્યાં એ બધી સાધના કરી છૂટ્યો છે. સાધના દ્વારા આ જ નિવૃત્તિ કરવાની છે. કોઈ દ્રવ્યનું કોઈપણ પ્રકારનું પરિણમન તમે કરી શકતા નથી. દરેકના પરિણમન અલગ-અલગ છે અને તે દ્રવ્યની યોગ્યતાને અનુરૂપ થવાના. એમાં ભગવાન પણ કોઈ દ્રવ્યના પરિણમનમાં ફેરફાર કરી શકે નહીં. ગુરુ પણ ના કરી શકે, દુનિયાના કોઈ જીવ કરી શકે નહીં. તમારો દેહ પણ તમારા પરિણામ કરી શકે નહીં. કર્મના ઉદયમાં તમે ઉપયોગ દ્વારા જોડાવ તો તેને અનુરૂપ પરિણામ થાય, જોડાવો નહીં તો પરિણામ થાય નહીં. આમ ચિંતનમાં તમે લેશો તો તમારી સ્વરૂપદષ્ટિ જાગૃત થશે. તમને લાગશે કે હું તો,
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૫૪ બધાયની અંદરમાં હું તો ન્યારો જ છું. ચારો એટલે જાણનાર, જોનાર; કરનાર કે ભોગવનાર નહીં. કર્તૃત્વ, ભોક્નત્વપણું નહીં. અહ-મમત્વપણું નહીં. માત્ર જાણનાર. તો ભગવાન ચૌદ રાજલોકને જાણે છે એ તો વ્યવહાર છે, હકીકતમાં તો ભગવાન અખંડપણે પોતાના સ્વરૂપને જાણે છે અને અનુભવી રહ્યા છે. શ્રી બનારસીદાસજી કહે છે,
એક દેખિયે જાનિયે, રમિ રહિયે ઈક ઠૌર; સમલ વિમલ નવિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર.
– શ્રી સમયસાર નાટક - જીવઢાર - ૨૦ એકને જુઓ, એકને જ જાણો અને એકમાં જ રમણતા કરો. આત્માને જ જુઓ. આત્માને જ જાણો અને આત્મામાં જ ઉપયોગ દ્વારા રમણતા કરો. આત્મા કર્મમળ સહિત છે કે કર્મમળ રહિત? એના પણ વિચારો મૂકી દો. એ તો જે છે તે છે. આ જ સિદ્ધિ છે, બીજી કોઈ સિદ્ધિ નથી. આત્માને તમે અત્યારે હાલ જોશો તો તમને એકેય બંધન નહીં દેખાય. કર્મોનું પણ નહીં ને શરીરનું પણ નહીં અને વિભાવોનું પણ બંધન દેખાશે નહીં. એ બધાયને વીંધી અંદરમાં જોશો તો તમને બીજી વચ્ચેની કોઈ વસ્તુ દેખાશે નહીં. બસ એવી દૃષ્ટિ અંતર્મુખ કરો કે માત્ર આત્મા જ દેખાય. આત્માના વિકલ્પ પણ નહીં. હું આત્મા છું એ વિકલ્પ પણ નહીં અને