________________
૪૯૬
છ પદનો પત્ર
પોતાના સ્વભાવમાં પરિણમે. માનો તો પણ પરિણમે અને ના માનો તો પણ પરિણમે. અજ્ઞાની નથી માનતો એથી શું કાંઈ એ અચેતનરૂપે પરિણમી જાય છે ? જેમ આપણે કહીએ કે રોટલીનો કર્તા સ્ત્રી નથી અને કોઈ બહેન એના માને એથી શું એ રોટલીના કર્તા થઈ જવાના છે ? માનવારૂપ અજ્ઞાનનો વિકલ્પ હતો. એ સમજવાથી માનવામાં પરિણમે છે ત્યારે એ વિકલ્પ ટળી અને નિર્વિકલ્પ થાય છે. કેમ કે, અજ્ઞાનતા પણ વિકલ્પમાં છે. જડમાં તો કાંઈ અજ્ઞાન છે નહીં અને ચેતનમાં પણ અજ્ઞાન નથી. ત્યારે અજ્ઞાન છે ક્યાં? વિકલ્પમાં છે. આ સાચું સમજવાથી એનો ખોટો વિકલ્પ સમજી અને સાચી વસ્તુસ્થિતિનું ભાન થાય તો એ નિર્વિકલ્પ થયા વિના રહેતો નથી. આ કાર્ય અટપટું સમજાતું નથી એટલે અનેક પ્રકારના વિકલ્પ આવે છે. આનું આમ કેમ થયું ? અરે, પણ તારે શું ? એમ થવાનું હતું એમ થયું. દુનિયામાં જે જે બનાવ બને છે એના આપણને વિકલ્પ આવે છે એનું કારણ આપણું અજ્ઞાન છે. જે જે કાર્ય દુનિયામાં જ્યાં જ્યાં, જે જે પ્રકારે બને છે એ દરેક જગ્યાએ વ્યવસ્થિત જ બને છે. હવે, એ કાર્યમાં આપણા દ્વારા ફેરફાર આપણાથી થઈ શકે એમ નથી. એ એના સમયે ફરશે. એનું કાર્ય સમાપ્ત થશે ત્યારે એનો ઉદય સમાપ્ત થશે. ત્યારે બાકી કોઈ દ્રવ્યના પરિણમનને આપણે અટકાવી શકીએ એમ નથી. આના ઉપરથી સિદ્ધાંત નીકળે છે કે દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. કોઈ દ્રવ્યના પરિણમનને કોઈપણ દ્રવ્ય ફેરફાર કરી શકતું નથી કે અટકાવી શકતું નથી.
જે દ્રવ્ય, જે રૂપે, જે સ્થળે, જે પ્રમાણે પરિણમવાનું છે એને ઈન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી. જે પાંદડું પાકી ગયું અને તૂટીને પડે છે એને કોઈ જોડી શકતું નથી. એનો સમય થાય છે એટલે ટપ દઈને પડી જ જાય છે. પછી એને એમ કહે કે હું ના પડવા દઉં તો એમ બને નહિ. દરેક દ્રવ્યના પરિણમન એ દરેક દ્રવ્યની યોગ્યતા અનુસાર સમયે સમયે થાય છે. એમાં કોઈ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યના ગુણ ઉપર, દ્રવ્ય ઉપર કે પર્યાય ઉપર કોઈપણ પ્રકારનો ફેરફાર કે અસર કરી શકતું નથી. આપ-લે થઈ શકતી જ નથી. દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એની ક્રિયા પણ સ્વતંત્ર છે. દ્રવ્ય પોતે કોઈ નિમિત્તના સાન્નિધ્યમાં પ્રભાવ પાડી શકતું નથી. જેમ પરમકૃપાળુદેવે કહ્યું ને કે નિમિત્તે કરીને હર્ષ, નિમિત્તે કરીને શોક, નિમિત્તે કરીને ઈન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કરીને કષાય ઉદ્ભવે છે તેવા તેવા જીવોએ તેવા તેવા નિમિત્તોનો ત્યાગ કરવો. એ નિમિત્તની અપેક્ષાએ કહ્યું. સ્થળ છોડી દેવાથી સ્થૂળ અપેક્ષાએ ત્યાગ થાય પણ ઉપયોગને ફેરવવાથી સૂક્ષ્મ દૃષ્ટિએ થાય. નિમિત્તનો ત્યાગ કરવો એટલે ઉપયોગને ફેરવી લેવો, એમ જ્ઞાનીઓનું કહેવું છે. સ્થળ છોડી દીધું એટલે એકાંતે