________________
છ પદનો પત્ર
હવે દરેક પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે એટલે ક્રિયાશીલ તો રહેવાના. કાંઈક ને કાંઈક પરિણામ તો કર્યા કરવાના. સમયે સમયે એમનું પરિણમન તો રહેવાનું. આત્મા પણ ક્રિયાસંપન્ન છે અને પરિણમનશીલ છે. સમયે સમયે એ પરિણમવાનો તો ખરો. કાં તો સ્વભાવરૂપે પરિણમે, કાં તો વિભાવરૂપે પરિણમે, પણ પરિણમન તો એનું રહેવાનું. કોઈપણ આત્મા એક સમય પણ પરિણમન વગર રહેતો નથી.
૫૦૫
આત્મા પરમાર્થથી પોતે પોતાના નિજસ્વરૂપનો ભોક્તા છે. સમાધિમાં, જ્ઞાનમાં પોતાના પરિણામનો ભોક્તા છે. અજ્ઞાન અવસ્થામાં જીવ રાગ-દ્વેષ ભાવનો ભોક્તા છે, વિભાવનો ભોક્તા થાય છે અને ઉપચારથી, વ્યવહારથી બાહ્ય કહેવા માત્ર એ પ૨પદાર્થોમાં પાંચ ઈન્દ્રિયના વિષયનો ભોક્તા છે અથવા સુખ - દુઃખનો ભોક્તા છે, શાતા અથવા અશાતાનો ભોક્તા છે એમ કહી શકાય. આત્મા શુભ ક્રિયા કરે, અશુભ ક્રિયા કરે કે શુદ્ધભાવરૂપી ક્રિયા કરે. (ક્રિયા એટલે પરિણમન) એ બધી સફળ છે, નિરર્થક નથી. એનું ફળ આવે છે. શુભભાવનું ફળ પુણ્યનો બંધ થઈને શાતાના સાધનોની પ્રાપ્તિ થાય છે. અશુભભાવનું ફળ અશાતાનો બંધ થઈ અને અનેક પ્રકારના દુઃખો આવે એવા પ્રકારનું મળે છે અને શુદ્ધ ભાવમાં એ બે રહિત આત્માના અતીન્દ્રિય આનંદનું અંદરમાં અનુભવન થાય છે.
શુદ્ધભાવની ક્રિયા પણ સફળ છે અને અશુદ્ધ ભાવની ક્રિયા પણ સફળ છે. સફળ એટલે ફળનું બેસવાપણું એટલે શુભાશુભ ભાવના આધારે સંસારનું પરિભ્રમણ થાય છે. દરેક સમયે એનું ફળ છે. જે સમયે તમે શુભભાવ કર્યો તેટલો સમય પણ તમને અંદરમાં શાતાયુક્ત પરિણામ, શુભભાવ યુક્ત પરિણામ રહ્યા. ભલે આકુળતા સહિતના પરિણામ છે પણ એ પરિણામ તમને એ વખતે રહે છે. એવી રીતે અશુભભાવ કરો તો કષાય સહિતના ભાવ થવાથી આકુળતા-વ્યાકુળતા તમને રહેવાની અને જે સમયે તમને શુદ્ધભાવ થશે તો એ સમયે નિરાકુળતામાં આનંદનો અનુભવ પણ થવાનો. એ સમયે જ એનું ફળ છે અને બાકીનું ફળ તો જે કર્મ બંધાણા છે એ તો પાછું આગળ આવવાનું છે. જે કંઈ ક્રિયા છે તે તે સફળ છે, નિરર્થક નથી. ‘જે કંઈપણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે.’ આ સિદ્ધાંત મૂક્યો. હવે આત્મા શું કરી શકે ? ભાવ કરી શકે. ભાવ સિવાય તો આત્મા કાંઈ કરતો નથી. તો જે કંઈ ભાવ કરે એ ભાવના ફળનો ભોક્તા એને થવું પડે છે.
અત્યારે આપણે અજાણતા કર્યો કે જાણતા કર્યો, શુભભાવ કર્યો કે અશુભભાવ કર્યો, એનું ફળ આગળ પાછું ભોગવવાનું છે, વર્તમાનમાં પણ ભોગવે છે અને ભાવિમાં પણ તેને