________________
૫૦૧
છ પદનો પત્ર
તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. કેમ કે, એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં.
જીવ પુદ્ગલ એક ખેત - અવગાહી દોઉ. જીવ અને પુદ્ગલ બે એક ક્ષેત્રાવગાહમાં રહ્યા છે. કર્મના પરમાણુ અને આત્માના પ્રદેશો આમ એક ક્ષેત્રમાં છે. એકઝીણામાં ઝીણો પોઈન્ટ લો. તો અહીં આગળ એક જીવ દ્રવ્ય પણ મોજૂદ છે, આકાશ પણ છે, ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે, કાલાણ પણ છે અને પરમાણુ પણ છે. કેમ કે, અશુદ્ધ જીવ છે તો એની સાથે પરમાણુના જથ્થા છે. ભલે દેખાતા નથી, પણ સોયની અણી ઉપર રહે એટલા કંદમૂળમાં અનંત આત્માઓ છે અને બાકીના પાંચેય દ્રવ્યો છે. એ બધાય એક ક્ષેત્રાવગાહમાં છે, છતાં પોતપોતાના સ્વરૂપ-પરિણમનથી જુદા જુદા છે. દરેક દ્રવ્યની સત્તા જુદી છે. આટલું બધું સૂક્ષ્મ દ્રવ્યનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે.
ભલે એક ક્ષેત્રને રોકી રહ્યા છે તો પણ જડ જડમાં છે અને જીવ જીવમાં છે. ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયમાં છે. અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયમાં છે. કાલાણુ કાલાણમાં છે. પરમાણુ પરમાણમાં છે અને જીવ જીવમાં છે. એક ક્ષેત્રાવગાહમાં રહ્યા હોવા છતાં પણ દરેક દ્રવ્યના પ્રદેશભેદ જુદા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભિન્નપણું છે. અસંગપણ છે. એકત્વપણું દરેક દ્રવ્યનું છે નહીં. એકમેક જેવા થઈ ગયા દેખાવા છતાં એકમેક થઈ ગયા નથી. જેમ કે, ગુલાબના એસેન્સવાળું પાણી હોય અને એમાં ખાંડ નાંખીએ તો એકમેક થઈ જાય. છતાંય ખાંડનું જે ગળપણ છે એ તો એમાં એમનું એમ જુદું જ રહ્યું છે. દૂધ અને પાણી એકક્ષેત્રાવગાહમાં એકમેક થઈ ગયા છે, પણ છતાંય તાદાભ્ય થઈને દૂધ પાણીરૂપે નથી થયું અને પાણી દૂધરૂપે નથી થયું. પાણી પાણીરૂપે જ રહ્યું છે અને દૂધ દૂધરૂપે જ રહ્યું છે.
જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યા હોય તો પણ “અપને અપને રૂપ, કોલ નટરતુ હૈ.” પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. કોઈ બીજા રૂપે પરિણમી જતું નથી. કેટલી દ્રવ્યની સ્વતંત્રતા છે. ભેદવિજ્ઞાનમાં એકાગ્ર રહેવું પડે ત્યારે આ કામ થાય એવું છે. આટલું બધું એકમેક હોવા છતાં પણ બંનેને જ્ઞાનમાં જુદા પાડવા, એ કોઈ સામાન્ય ચીજ નથી. હવે એ કેટલું જ્ઞાન એકાગ્ર થઈ અને દરેકે દરેક દ્રવ્યની છાંટણી કરતાં કરતાં પછી, “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” છેવટે જે બાકી રહ્યું એ મારું નિજસ્વરૂપ - જીવદ્રવ્ય આત્મદ્રવ્ય છે. આ છયે દ્રવ્યમાં છાંટણી પાડી અને પોતાના જીવદ્રવ્યને છૂટું તારવવાનું છે. કેમ કે, એકક્ષેત્રાવગાહમાં ભેળસેળ છે બધી અને એમાંથી આ બધું જુદું પાડવાનું છે. જેમ