________________
શું સાધન બાકી રહ્યું ?
૨૪૫
દશામાં વર્તી રહ્યા છે તે નિગ્રંથગુરુ છે. પરમકૃપાળુદેવ ‘જડ-ચેતન વિવેક' કાવ્યમાં કહ્યું છે, ‘નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.’
‘તે ગુરુ મેરે મન બસો’ એ પદમાં નિગ્રંથગુરુનો પંથ બતાવ્યો છે. એવી જ રીતે ‘અપૂર્વ અવસર’ પદમાં પણ નિગ્રંથગુરુના લક્ષણો મૂક્યા છે. પણ આવા ગુરુ દરેકને મળી જાય એવું તેમનું પુણ્ય પણ હોતું નથી અને પંચમકાળમાં એવા મુનિઓની બહુ અલ્પ અને ક્વચિત્ ક્વચિત્ થતા હોય છે. પરમકૃપાળુદેવે પણ કહેલું કે, ‘પાંચસો પાંચસો ગાઉ દૂર જ઼શો તો પણ
જ્ઞાનીઓનો યોગ તમને નહીં થાય.' એવી કાળની સ્થિતિ છે. તો આવા રત્નત્રયધારી પ્રમત્ત – અપ્રમત્તદશામાં વર્તતા નિગ્રંથ મુનિ તો ક્યાં જોવા મળે ? પહેલા ગુરુ સર્વજ્ઞ અને બીજા નંબર પર નિગ્રંથ ગુરુ અને તે ના હોય તો ત્રીજા નંબર પર આત્મજ્ઞાની સત્પુરુષો, જે શિક્ષાગુરુ કે ઉપકારી ગુરુ કહેવાય. વિનય એ ઉત્તમ વશીકરણ છે. આહાહા ! જુઓ ! કોઈને પણ વશ કરવા હોય તો તેમનો વિનય કરવો. તમે ગમે તેટલા દબાણ લાવશો, કષાય કરશો, આડાઅવળા પ્રયત્ન કરશો તો એ વશમાં નહીં આવે.
:
અમારા ઘરે એક નોકર છે. એ ભાઈના ઘરે બરાબર કામ ના કરે, મારા ઘરે કરે. હું કહું નહીં તો પણ કરી નાંખે. એક ભાઈએ પૂછ્યું કે આમ કેમ છે ? મેં કહ્યું કે તમે બેસો. હમણાં સમજાવું છું. પછી પેલો નોકર કામ કરીને આવ્યો. એટલે મેં પેલા ભાઈને કહ્યું કે, જુઓ ! આ લક્ષ્મણ છે. આ મારું એટલું બધું ધ્યાન રાખે છે કે મારા ઘરવાળા પણ આટલું ના રાખે. કામ પણ સરસ કરે છે. આ રીતે પાંચ માણસ પાસે એના વખાણ કરો એટલે એ ખુશ. પછી હું ના કહું તો પણ એ નીચેથી પણ કચરો કાઢી નાંખે. પછી એ દિવસે કચરા-પોતા કરીને બધું સાફ કરી નાંખે. ખ્યાલ આવે છે ? એક નાના માણસનો વિનય પણ જો આ કામ કરે તો ગુરુનો વિનય, ભગવાનનો વિનય તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કેમ ના કરાવે ?
રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. - શ્રી ઉદયરત્ન મહારાજ કૃત માનની સજ્ઝાય
—
વિનય કરશો તો વગર પૈસે, વગર પ્રયત્ને સહજમાં તમને વશ થઈને બધા જીવો કામ કરશે. આ નરેન્દ્ર મોદીને બધા કેમ આટલા વશ થઈને ફરે છે ? એ બધાયનો વિનય કરે છે. હમણાં પરદેશ ગયા તો સુષ્મા સ્વરાજના વખાણ કર્યા. તો, જ્યારે મોદીજી ત્યાંથી પાછા ફર્યા ત્યારે સુષ્મા સ્વરાજ એરપોર્ટ ઉપર તેમને લેવા ગયા. એવી રીતે વારાફરતી બધાના વખાણ